For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારી શરૂ કરાઇ

11:01 AM Aug 20, 2024 IST | admin
યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારી શરૂ કરાઇ

જગતમંદિર લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠશે: કિર્તીસ્થંભ પાસેથી દર્શનાથીઓને બેરીકેટમાં પ્રવેશ દઇ છપ્પનસિડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી કરવા દેવામાં આવશે મોક્ષ દ્વારેથી એક્ઝિટ

Advertisement

યાત્રાધામ દ્વારકામાં દ્વારકા જગતમંદિરે જન્માષ્ટમીના ઉત્સવને તહેવારને સાત દિવસ આડા છે. ત્યારે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવવા વહીવટી તંત્રએ તડામાર તૈયારી ચાલું કરી દિધી છે. મોટી સંખ્યામાં દર્શાથીઓ કૂષ્ણ જન્મોત્સવ ઉજવવા આવાના હોવાથી દર્શનાથીઓને અગવડતા ન પડે તે માટે છાયડા માટે મોટા ડુંમો બાંધવામાં આવ્યા છે. રેલીંગો નાખવામાં આવનાર છે. કિર્તીસ્થંભ પાસેથી દર્શનાથીઓને બેરીકેટમાં પ્રવેશ દૈઇ છપ્પનસિડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી કરવા દેવામાં આવશે મોક્ષ દ્વારેથી એકઝીટ (બહાર) નિકળવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે.

દ્વારકાધીશ જગતમંદિર સુંશોભિત કરવા તૈયારી શરૂૂ કરાઇ છે. મંદિર લાઇટીંગથી ઝગમગી ઉઠશે. અગામી સાતમ, આઠમ, નોંમ ત્રણ દિવસ સુધી દ્વારકા જગતમંદિરે તહેવાર ઉજવનાર હોય 26મી ઓગષ્ટ શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમીનો તહેવાર હોવાથી દ્વારકાધીશ જગત મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જગતમંદિર દર વર્ષની જેમ લાઇટીંગના ડેકોરેશથી ઝગમગી ઉઠે તે માટે તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દિધો છે. તેમજ શહેરના હાથીગેટ, રબારીગેટ, ઈસ્કોનગેટ, હોટલો, બજારોમાં વિવિધ કલરના લાઇટીંગથી ઝગમગી ઉઠશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement