કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂ
ચૂંટણી પાછી ઠેલાવાની શકયતાના આધારે વર્તમાન શાસકો બજેટ મંજૂર કરશે, શહેરી વિકાસ મંત્રાલય પાસે માર્ગદર્શન મગાયું
મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલવવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના લીધે રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2026-27ની બજેટની તૈયારીઓ આરંભી છે અને દરેક વિભાગો પાસેથી જરૂરી અહેવાલ મંગાવવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે હવે વર્તમાન શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવેલ તેવુ લાગી રહ્યુ છે અને મા માટે શહેરીવિકાસ મંત્રાલય પાસે માર્ગદર્શન મંગાયુ હોવાનુ જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની હાલની બોડીની મુદ્દત આગામી તા.11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. તેમજ હાલ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાનયાદી 14 ફેબ્રુઆરી માસમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પાછી ઠેલાઈ અને કોર્પોરેશનમાં બે થી ત્રણ મહિના વહીવટદાર આવે તેવી શક્યતા પ્રબળ બની જવા પામી છે.જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનું બજેટ વર્તમાન બોડી જ મંજુર કરે તેવુ વિચારી તંત્ર દ્વારા બેજટ લક્ષી કામગીરી શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાની બોર્ડની મુદ્દત પૂર્ણ થવાની હોય ત્યારે અંતિમ વર્ષે બજેટ આપવામાં આવતું નથી. નવા શાસકો પોતાની વિઝન મુજબ બજેટ આપી શકે તે માટે અંતિમ વર્ષનું બજેટ નવી બોડી મંજૂર કરતી હોય છે.પરંતુ હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે મહિના પાછી ફેલાય તેવી શક્યતા પ્રબળ બની જવા પામી છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે નિયમ મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલી દેવું પડે છે. જો આવું ન થાય તો મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત સ્વરૂૂપે રજુ કરેલું બજેટ ફાઈનલ મનાઈ છે.ચૂંટણી એપ્રિલ કે મે માસમાં યોજાશે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે આવામાં વર્તમાન શાસકો જ કોર્પોરેશનના વર્ષ:2025- 2026નું બજેટ મંજુર કરશે તેવુ લાગી રહ્યુ છે.
મનપાની હિસાબી શાખા દ્વારા આજથી બજેટની પ્રાથમિક તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. તમામ શાખાઓને નવા નાણાકીય વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકના આંકડાઓ આપવા માટેની પ્રાથમિક સુચના આપી દેવામાં આવી છે. મ્યુનિ.કમિશનર ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે. જેનો એક સપ્તાહ સુધી ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવે છે. ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજૂરી મળે છે.અંદાજ પત્ર મંજૂર થયા બાદ આ વર્ષે માત્ર બે મહિના બાદ જ ચૂંટણી યોજવાની હોય બજેટમાં અનેક સારી યોજનાઓ મૂકવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે. બીજી તરફ શહેરી વિકાસ વિભાગ પાસે કેટલું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
જેમાં વર્તમાન બોર્ડના સભ્યોના નામ રાજ્ય સરકારના ગેજેટમાં 7 માર્ચના રોજ પ્રસિદ્ધ થયા હતા. જ્યારે પ્રથમ બોર્ડ 12 માર્ચના રોજ મળ્યું હતું તો બોર્ડની મુદ્દત કઈ ગણવી તેને લઈને માર્ગદર્શન માંગ્યું છે. જોકે સામાન્ય રીતે જે દિવસે બોર્ડ મળ્યું હોય તે દિવસને જ પ્રથમ દિવસ માની પાંચ વર્ષની ગણતરી કરવામાં આવતી હોય છે. આવામાં વર્તમાન બોર્ડની મુદ્દત 11 માર્ચ સુધીની મનાઈ રહી છે.પરંતુ ભવિષ્યમાં કોઈ વિષય ઉભો ન થાય તે માટે ખાસ શહેરી વિકાસ વિભાગ પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનુ જાણવા મળેલ છે.