ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં તાજિયાની તૈયારીઓ પૂર્ણ: આવતીકાલે પડમાં આવશે

11:29 AM Jul 15, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી કામગીરી પૂરી થઇ

Advertisement

ગોંડલ ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનવવામાં આવી રહ્યા છે તાજીયા બનાવવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે થર્મોકોલ, જીલાઈટીનતા રંગબેરંગી લાઈટો અને જરી નો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની જીણવટ ભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાજશાહીના સમયથી તાજીયા બનાવવામાં આવે છે.

જેમાં 21 જેટલા મોટા તાજીયા આવતી 16 તારીખે પળ માં આવશે. મુસ્લિમ યુવકો દ્વારા જ્યારે તાજીયા બનાવવા બેસે છે ત્યારે શિસ્તબધ રીતે માથા પર તાજ (ટોપી) પહેરીને તાજીયા બનાવે છે એ પણ એક અનોખી પરંપરા છે.
તાજીયા 16 તારીખે સાંજે વેરી દરવાજા એક સાથે ભેગા થઈ મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિત ના રૂૂટ પર પળમાં આવશે અને 17 તારીખે બપોર બાદ વેરી દરવાજા, મોટી બજાર, પાંજરાપોળ, ચોરડી દરવાજાથી મક્કા મસ્જિદ થઈ ફરી દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, ભગવતપરા બોદલશાપીરની દરગાહ પાસે પુર્ણાહુતી કરવામાં આવે છે.

જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે.
ગોંડલ દેવપરા તાજીયા નંબર 9 માં ત્રણ મહિના થયા તાજીયા બનવવાનું કામ ચાલુ છે. રોજિંદા 20 લોકો કામ કરે છે. એક એક ઝીણી ઝીણી ડિઝાઈનોને અલગ અલગ હાથ કટિંગ કરી થર્મોકોલ માં મેટાલીક કલર કરવામાં આવે છે. દેવપરાનો તાજીયો 100 દિવસમાં તૈયાર થશે તાજીયા માં લોખંડના પાઇપ, થર્મોકોલ, હયમ લેમ્પ, ફિક્સલ લેમ્પ, કલર, ફેવિકોલ, ટાચણી, ખીલી, સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તાજીયા ઓપરેટ કરવા માટે કંટ્રોલર એસ.એમ.પી.એસ, જનરેટર સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે.

ન્યૂ સ્ટાર તાજીયા કમિટી તાજીયા નંબર 17 ચોરડી દરવાજા (સંઘાણી શેરી)ના તાજીયો 35 વર્ષથી બનાવવામાં આવે છે તાજીયા બનાવવાની તૈયારી દોઢ મહિનાથી શરૂ કરી દેવામાં આવી છે. એક તાજીયો બનતા 48 દિવસ થશે. તાજીયામાં થર્મોકોલ માં જે ઝીણી ઝીણી ડિઝાઇન કરવામાં આવે છે તે હાથે કટિંગ કરવામાં આવે છે. મશીનરોનો ક્યાંય પણ ઉપયોગ કરતા નથી વરસાદના કારણે તાજીયો પલળે નહિ તેને લઈને પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે 17 નંબરનો આ તાજીયો સૌની નજર ખેંચશે અદભુત લાઇટિંગ અને તાજીયો હાઇડ્રોલિંક અને ચેન ચક્કર ની મદદ થી ઊંચો નીચો પણ થઈ શકશે. આ તાજીયાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉમટી પડે છે આ તાજીયો બનવવા માટે રોજિંદા 30 લોકો કામે લાગ્યા હોય છે રોજ સાંજે 9 થી સવારે 5 વાગ્યા સુધી સતત કામ કરે છે.

Tags :
gondalgondal newsgujaratgujarat newstajiya
Advertisement
Advertisement