ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડર

03:51 PM Oct 09, 2025 IST | Bhumika
Advertisement

કલેક્ટરો પાસેથી મતદાન મથક અને ઇવીએમની જરૂરિયાતની માહિતી માગી

Advertisement

પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સમયસર થાય તો મતદાન ગયા વખત (વર્ષ ર0ર1) ની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી ર0ર6માં આવવાપાત્ર છે. ચૂંટણી પંચે અત્યારે સમયસર ચૂંટણી યોજવાની ગણતરી સાથે તૈયારી શરૂૂ કરી છે. કોઇ ધાર્યા કે અણધાર્યા કારણસર ચૂંટણી વહેલી-મોડી થવાનો વિકલ્પ ખૂલ્લો છે.

જાણવા મળેલ વિગત મુજબ રાજય ચૂંટણી પંચ દ્વારા દરેક કલેકટર પાસેથી મતદાન મથક, મત મશીનની જરૂૂરિયાત વગેરે અંગે માહિતી માંગવામાં આવેલ ચૂંટણીમાં જરૂૂરિયાત કરતા વધુ ઇ.વી.એમ. તૈયાર રાખવામાં આવે છે. 70 થી 7પ હજાર ઇ.વી.એમ.ની જરૂૂરિયાતને અનુલક્ષીને નવા અડધા લાખથી વધુ ઇ.વી.એમ. ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

પંચાયતોની ચૂંટણીમાં મતદારે એક જ મત આપવાનો હોય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વોર્ડ દિઠ ચાર-ચાર બેઠકો હોવાથી દરેક મતદારને 4 મત આપવાનો અધિકાર મળે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મત મશીન જુદી જુદી સિસ્ટમના હોય છે. જાન્યુઆરીમાં ઇ.વી.એમ.નું ફર્સ્ટ લેવલ ચેકીંગ થાય તેવા સંજોગો છે. ગુજરાતમાં નવી રચાયેલ 9 મહાનગર પાલિકાઓ અને 17 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અન્ય ચૂંટણીઓ સાથે થઇ જાય તેવી શકયતા છે. નવી તાલુકા પંચાયતોમાં બેઠકોની સંખ્યા અને સીમાંકનની કાર્યવાહી ટુંક સમયમાં થશે.

Tags :
EVMgujaratgujarat newslocal elections
Advertisement
Next Article
Advertisement