For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ

12:34 PM Sep 30, 2024 IST | Bhumika
શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ
Advertisement

શહેર અને આસપાસના સ્થળોએ પ્રાચીન-અર્વાચીન 170 જેટલા ગરબી મંડળના સંચાલકો દ્વારા અરજી કરાઈ

પોલીસ વિભાગ દ્વારા એન્ટિ રોમિયો સ્કવોર્ડ બનાવાઇ: પોલીસ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે

Advertisement

જામનગર શહેર અને આસપાસના હાઇવે હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ સહિતના સ્થળો પર પ્રાચીન અને અર્વાચીન નવરાત્રી મહોત્સવ ઉજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને 160 જેટલા પ્રાચીન ગરબી મંડળના સંચાલકો તેમજ 19 જેટલા અર્વાચીન દાંડીયારાસ મહોત્સવના સંચાલકો દ્વારા મંજૂરી મેળવવા માટે પોલીસ તંત્ર સમક્ષ અરજી કરવામાં આવી છે. શહેર- જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય, અને કોઈ રોમિયોની રંજાડ ના રહે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા એન્ટી રોમિયો સ્કોવોર્ડ બનાવાઇ છે, તેમજ જુદા જુદા પોલીસ મથકની પોલીસ ટુકડીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાશે છે. અર્વાચીન રાસ મહોત્સવના તમામ સ્થળો પર સીસીટીવી કેમેરા સહિતની અન્ય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં પણ મૉં આધ્ય શક્તિની આરાધના એટલે કે નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબી આયોજકોએ મંજુરી મેળવવાની તજવીજ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં પ્રાચીન ગરબીની મંજુરી માટે 160 અને અર્વાચીન ગરબી માટે 19 જેટલી અરજીઓ પોલીસમાં આવી છે. શહેરના તમામ મુખ્ય સંચાલકો તેમજ અર્વાચીન રાસ મહોત્સવના સ્થળો પર પોલીસે ચુંસ્ત બંદોબસ્ત સાથે ગરબીના ચોક તથા આસપાસના સ્થળોને સીસી કેમેરામાં કેદ રાખવા આયોજકોને સુચના આપવામાં આવી છે. જામનગર શહેરમાં નવરાત્રીના પર્વમાં નવ-નવ દિવસ સુધીમાં જગદંબાની આરાધના કરવામાં આવે છે અને શેરી- ગલીઓ ઉપરાંત પાર્ટી પ્લોટોમાં પણ ગરબીઓનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે આધ્યાશક્તિની આરાધના માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવરાત્રી દરમ્યાન કોઈ બેન-દિકરીઓની છેડતી ન થાય તે માટે જામનગર પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્કોડની ટીમ બનાવવામાં આવી છે. તે ટીમ દ્વારા રોમીયોગીટી કરનાર શખસોને કાયદાના પાઠ ભણાવાશે. લુખ્ખા તત્વો ઉપર બાઝ નજર રાખીને કામગીરી કરશે.

રાસ મહોત્સવના આયોજકો દ્વારા મંજુરી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જયારે શહેરની સીટી એ, બી અને સી ડિવિઝન તેમજ પંચકોશી એ અને બી ડિવિઝનમાં પ્રાચીન ગરબીની મંજુરી મેળવવા માટે 160 અરજીઓ આવી છે. તો પાસવાળી અર્વાચીન ગરબીઓ માટે 19 અરજીઓ મંજુરી માટે આવી છે. જે અંગેની સ્થાનિક પોલીસ મંજુરી આપવાની કાર્યવાહી હાથ પરી છે. આ સાથે આયોજકોને ગરબીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગરબીને સીસી ટીવી કેમેરાની નિગરાનીમાં અને પુરતી સિક્યુરીટી રાખવાની સુચનાઓ આપવામાં આવી રહી છે. નવરાત્રીના તહેવારની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી શકે અને કોઈ મેન- દિકરીઓની છેડતી ન થાય તે માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સી ટીમો બનાવવામાં આવી છે અને તે આખી રાત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવશે. તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનોનો ગરબીના સ્થળો ઉપર બંદોબસ્ત રાખવામાં આવશે. તેમ છતાં કોઈ અસામાજિક તત્વો બેન-દિકરીઓને હેનરાન-પરેશાન કરતા હોય તો 181 અભયમની ટીમ તેમજ પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement