VIDEO: રાજ્યમાં ફરી રેલ દુર્ઘટના!! વ્યારામાં માલગાડી પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો
06:58 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
રાજ્યમાં ફરી એકવાર રેલ દુર્ધટના સર્જાય છે. તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે માલગાડી સાથે દુર્ધટના સર્જાઈ છે. પ્લેટફોર્મ નંબર એક પરથી માલગાડી મેઇન લાઈન પર જઈ રહી હતી, આ દરમિયાન ચાર નંબરનું વેગન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જેને લઈને રેલવે દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનાને લઈને રેલ વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જહાલ રેલ્વે દ્વારા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Advertisement
Advertisement