For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિરાસરમાં ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા તૈયારી

05:11 PM Aug 21, 2024 IST | Bhumika
હિરાસરમાં ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા તૈયારી
Advertisement

અરાઈવલ-ડિપાર્ચર-કસ્ટમ અને ઈમિગ્રેશનના કાઉન્ટર તૈયાર, સરકારમાં પ્રપોઝલ મોકલી દેવાઈ, દિવાળીએ દુબઈની ફલાઈટ ઉડશે?

રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હવે દિવાળી સુધીમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટની સુવિધા મળે તેવા સમાચારો મળી રહ્યાં છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ સ્પષ્ટતા એરપોર્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવી નથી પરતુ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર એરાઈવલના 24, ડીપાર્ચરના 12 તથા ઈમિગ્રેશનના 10 તેમજ કસ્ટમ વિભાગ સહિતના અલગ અલગ કાઉન્ટર તૈયાર થઈ ચુકયા છે અને આ માટે કેન્દ્ર સરકારનાં ઉડ્ડીયન વિભાગમાં મંજુરી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર હજુ સુધી એક પણ એરલાયન્સ દ્વારા ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડાળવા માટેની કોઈ તૈયારી દેખાડી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાઉન્ટરો તૈયાર થયાના સમાચારો બાદ હવે દિવાળી ઉપર સંભવત દુબઈની ફલાઈટ સૌ પ્રથમ ઉડાન ભરે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

Advertisement

સૌરાષ્ટ્રવાસીઓ માટે આ ખુબ સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ ગણાતા અને જેનું ઉદઘાટન ખુદ વડાપ્રધાને કર્યુ છે તેવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાઈટ ઉડાન ભરશે તેવી ચર્ચાઓ છેલ્લા છ મહિનાથી થઈ રહી છે. પરંતુ આ બાબતે એરપોર્ટ ઓથોરીટી તરફથી હજુ કોઈ સત્તાવાર અભિપ્રાય કે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર હાલ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બીલ્ડીંગમાં ડિપાર્ચરમાં 12, અરાઈવલના 24, અને ઈમિગ્રેશનના 12 કાઉન્ટરો તૈયાર થઈ ચુકયા છે અને એરપોર્ટ દ્વારા ગૃહમંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. ઈમિગ્રેશન ચેક પોસ્ટ તરીકે ગૃહ વિભાગની મંજુરી બાદ એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઉડાન માટેની મંજુરી ની પ્રક્રિયા વધુ સરળ રહેશે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઈન્ટરનેશનલ કસ્ટમ એરપોર્ટ જાહેર કરવા માટે જુલાઈ 2024માં પણ પત્ર લખવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હવે ગૃહવિભાગને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઉડાન ભરવા માટેની જરૂરી મંજુરી પ્રક્રિયા પૂર્ણ થશે.

જો કે હજુ સુધી એક પણ એરલાઈન્સ કંપની દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઉડાન ભરવા માટેની કોઈ રસ દાખવ્યો નથી જેથી હજુ સુધી કઈ ફલાઈટ પ્રથમ ઉડાન ભરશે ? તે અંગે પણ અસમંજસ છે છતાં દિવાળી સુધીમાં દુબઈની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફલાઈટ ઉડાન ભરે તેવી શકયતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement