For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મર્જરના નામે 5612 સરકારી શાળાઓને તાળાં મારવા તૈયારી

12:19 PM Aug 02, 2024 IST | Bhumika
મર્જરના નામે 5612 સરકારી શાળાઓને તાળાં મારવા તૈયારી
Advertisement

શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે ખાનગી શાળાઓમાં બાળકોને ધકેલવાની સરકારી નીતિ

1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક, 14652 શાળાઓ માત્ર એક વર્ગખંડમાં ચાલે છે

Advertisement

ગુજરાતમાં દિવસે દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળાઓમાં સારી શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના બદેલ મર્જરના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિ અપનાવાઈ છે.

અગાઉ ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ બંધ કરાયા બાદ હવે રાજ્યમાં મર્જરના નામે 5612 સરકારી શાળાઓને તાળા મારવાનો તખતો ઘડાતા લોકોએ ફરજિયાત ખાનગી શાળાઓમાં જ ભણાવવા પડે અને ખાનગી શાળાઓની મોનોપોલી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સારૂ શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ર ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી રાજ્યની ભાજપ સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું આયોજન કરી રહી છે. રાજ્યમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.

ગ્રાન્ટેડ પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે.

રાજ્યમાં 14652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાથીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. ગુજરાતભરની 3353 સ્કુલોમાં 10698 ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં 32000 કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબાસમયથી ખાલી છે. આવી સ્થિતિમાં શાળાઓનું સ્તર અને શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે શાળાઓને તાળા મારવાની પેરવી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, ટેટ- ટાટ પાસ થયેલ 50000 હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જાઈ રહ્યા છે. ગેરબંધારણીય ગેરકાયદેસર કરાર આધારિત, જ્ઞાન સહાયક યોજના દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement