ભાજપના બીજા લિસ્ટની તૈયારી, સાંજે દિલ્હીમાં કોર ગ્રૂપની બેઠક
- મુખ્યમંત્રી અને પાટિલને દિલ્હીનું તેડું, કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
લોકસભાની ચુંટણી થાય તે પૂર્વે ભાજપે 195 ઉમેદવારો જાહેર કરીને ‘પહેલો ઘા રાણાનો’ કહેવત યથાર્થ ઠેરવી હતી. જયારે કોંગ્રેસ હજુ માત્ર 39 ઉમેદવારો જ જાહેર કરી શકી છે ત્યાં ભાજપે ફરી 150 ઉમેદવારોની યાદી જાહેર કરવાનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે અને આવતીકાલે રાત સુધીમાં ભાજપના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર થઇ જવાની ધારણા છે.
ભાજપના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતના ભાજપના 15 ઉમેદવારો જાહેર થયા બાદ બાકીના 11 ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા છે.
ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની આવતીકાલે દિલ્હી ખાતે બેઠક યોજાનાર છે તે પુર્વે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સાંજે દિલ્હી પહોંચનાર છે. દિલ્હીમાં આજે રાતે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ કોરગૃપની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ગુજરાતની 11 બેઠકના બાકી રહેતા નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવાનું જણાવાય છે.
જયારે આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના 11 સહીત દેશની 150 જેટલી બેઠકોના ઉમેદવારોનું બીજ લિસ્ટ તૈયાર કરવામાં આવે અને મોડી રાત સુધીમાં અથવા સોમનાર સુધીમાં જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા છે.