મેટોડામાં પતિએ બહાર જમવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પીધું
લોધીકાના મેટોડામાં રહેતી સગર્ભાએ રાજકોટ જમવા જવાની જીદ પકડી હતી પરંતુ પતિએ આઠ માસનો ગર્ભ હોવાથી બહાર જમવા જવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું હતું. સગર્ભાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતી પૂજાબેન ભરતભાઈ ઉર્ફે પીન્ટુભાઇ વાગડિયા નામની 33 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે ફીનાઇલ પી લોધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેનના બીજા લગ્ન છે અને સંતાનમાં આગલા ઘરનો એક દીકરો છે. પૂજાબેનને હાલ આઠ મહિનાનો ગર્ભ છે તેમ છતાં પૂજાબેને રાજકોટ હોટલમાં જમવા જવાની જીદ પકડતા પતિએ હાલ આઠ મહિનાનો ગર્ભ હોવાથી બહાર જમવા જવાની ના પાડતા તેણીએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં રહેતા શામજી ગોવિંદભાઈ સોલંકી નામનો 39 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે સવારના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને માથાના ભાગ ઇજા પહોંચી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે અને યુવક દારૂૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.