હું આક્રમક રીતે રમવાનું પસંદ કરું છું: ઋષભ પંત
ગૌતમ ગંભીરના સવાલનો પંતે આપ્યો જવાબ
ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા ટૂર ખરાબ ચાલી રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન જોઈએ તેવું રહ્યું નથી. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગ દરમિયાન સિક્સર ફટકારવાનો પ્રયાસ કરતી વખતે પાર્ટ ટાઈમ બોલર ટ્રેવિસ હેડને પોતાની વિકેટ આપી બેઠો હતો. આ પછી ભારતીય ટીમની મુશ્કેલી વધી ગઈ હતી અને હારનો સામનો કરવો પડ્યો. જેના કારણે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગુસ્સે થયા હતા. તેણે ડ્રેસિંગ રૂૂમમાં પણ કોઈનું નામ લીધા વિના પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને તેની બેટિંગ શૈલી પર સવાલો ઉઠાવ્યા. પંતે હવે તેના સવાલોના જવાબ આપ્યા છે.
ભારતીય ટીમ હાલમાં છેલ્લી મેચ માટે સિડનીમાં છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ રિષભ પંત પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો હતો. આ દરમિયાન મીડિયા તરફથી એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે જો તે જે રીતે બેટિંગ કરે છે તેના કારણે તેને ટીકાનો સામનો કરવો પડે છે તો તેની માનસિકતા શું છે. તેમના મતે, રમવું કેવી રીતે યોગ્ય છે? તે આક્રમક રીતે રમવાનું પસંદ કરે છે અને તે પ્રમાણે રમવાનો પ્રયાસ કરે છે. પરંતુ ટીમની સ્થિતિને પણ જોવી જરૂૂરી છે. રિષભ પંતના મતે બંને વચ્ચે સંતુલન હોવું જોઈએ અને તે જ કરવાનો પ્રયાસ કરે છે.