For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રિ-સ્કૂલ સંચાલિકાઓએ મુખ્યમંત્રીને રાખડીઓ મોકલી, નિયમો હળવા કરવા માગ

04:26 PM Aug 13, 2024 IST | admin
પ્રિ સ્કૂલ સંચાલિકાઓએ મુખ્યમંત્રીને રાખડીઓ મોકલી  નિયમો હળવા કરવા માગ

15 વર્ષની લીઝ ડીડ, વર્ગદીઠ રૂા.5000 ફી સહિતના મુદ્દે રજૂઆત

Advertisement

રાજકોટમાં પ્રિ-સ્કૂલોના નિયમો હળવા કરવાની માગણી સાથે પ્રિ-સ્કૂલ સંચાલક બહેનોએ અનોખો વિરોધ નોંધાવી સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.

શહેરની 1500 બહેનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી સાથે પત્ર લખ્યા અલગ અલગ પાંચ જેટલી માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.પ્રિ સ્કૂલના નિયમો હળવા કરવા તેમજ ઇઞ પરમિશન સહિત પાંચ જેટલી માંગણીઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

પ્રિ સ્કુલ સંચાલકોએ જણાવ્યું હતું કે અમે આજે બધી બહેનો રાખડી મોકલી અને અમારે વિવિધ માંગો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ અને અમને સંપૂર્ણ ભરોસો છે કે મુખ્યમંત્રી બધી બહેનોને રક્ષાબંધનની ભેટ આપશે અને અમારા ઘણા બધા નિયમો હળવા કરશે.

પ્રિ-સ્કૂલ સંચાલકોએ બીયુ સર્ટિફિકેટ જે હોય તે મુજબ ચલાવવું અથવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માન્ય રાખવું, 15 વર્ષની લીઝ ડીડ કરવાના નિયમ બદલે 11 મહિનાનો ભાડા કરાર ચલાવવામાં આવે, વર્ગ દીઠ રૂૂ.5000 આપવા બદલે સ્કૂલ દીઠ રૂૂ.5000 માન્ય રાખવામાં આવે, સિનિયર કેજી એટલે બાળવાટિકા પ્રાઈમરી સ્કૂલને આપવા બદલે પ્રિ સ્કૂલ પાસે જ ચલાવવા દેવામાં આવે, પ્રિ સ્કૂલ પોલિસી અને ગુજરાત પ્રિ સ્કૂલ મંડળ સાથે પરામર્શ કરીને બનાવવામાં આવે વગેરે માગણી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement