ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત થશે, વિધાનસભામાં સરકારનો જવાબ રજૂ

04:04 PM Feb 21, 2025 IST | Bhumika
Advertisement

વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં વિજ ગ્રાહકો માટે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે જેમાં વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો ઉર્જા વિભાગનું કહેવું છે કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તો તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે તેમજ વિધાનસભા ગૃહમાં સ્માર્ટ મીટરના ફાયદાની વિગતો જાહેર કરવામાં આવી છે.

Advertisement

હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે. સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.

જેમાં એડવાન્સ મીટરીંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લીકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતા પૂર્વક આયોજન કરી શકે છે.

ગ્રાહક વીજ ઉપયોગને રીઅલ-ટાઇમમાં મોનિટર કરી શકે છે. ગ્રાહક પોતાના આર્થિક બજેટ અનુસાર વીજ વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે. ગ્રાહકને વીજ ઉપકરણમાં ખામીને કારણે થતો અચાનક વીજ વપરાશ વધારો જાણવામાં સરળતા રહે છે. ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી શકે છે. સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 માં 2 ટકા નું રીબેટ આપવામાં આવશે

 

Tags :
guajratgujarat newsPre-paid smart meters
Advertisement
Next Article
Advertisement