For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલેક્ટર-મામલતદાર કચેરીમાં તા.1 જુલાઇથી જ ધમધમવા લાગશે પ્રિ-મોન્સૂન કંટ્રોલરૂમ

05:01 PM May 01, 2025 IST | Bhumika
કલેક્ટર મામલતદાર કચેરીમાં તા 1 જુલાઇથી જ ધમધમવા લાગશે પ્રિ મોન્સૂન કંટ્રોલરૂમ

આગામી સપ્તાહે કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે બેઠક: માર્ગદર્શન અપાશે

Advertisement

ચોમાસાની શરૂૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના ઘણા ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે, તેમજ ડેમોની રિપેરિંગની કામગીરી પણ મહત્વપૂર્ણ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આવતા અઠવાડિયે પ્રિ-મોન્સુનની એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

કલેકટર વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આવતા અઠવાડિયે જિલ્લા કલેકટર દ્રારા આગામી ચોમાસાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરશે. આ બેઠકમાં તમામ વિભાગો દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી પ્રિ-મોન્સુન તૈયારીઓની ચર્ચા કરવામાં આવશે. જે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી, તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે કલેકટર દ્વારા અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને પાણી ભરાવવાની સંભાવનાવાળા વિસ્તારોમાં કરવામાં આવેલી વ્યવસ્થા અને ડેમોની રિપેરિંગની કામગીરીની સમીક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Advertisement

વધુમાં જાણવા મળ્યું છે કે, આગામી 1લી જુલાઈથી કલેકટર કચેરી તેમજ તમામ મામલતદાર કચેરી ખાતે પ્રિ-મોન્સુન કંટ્રોલ રૂૂમ કાર્યરત કરી દેવામાં આવશે. આ કંટ્રોલ રૂૂમ ચોમાસા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત, આવતા અઠવાડિયાના અંત સુધીમાં કંટ્રોલ રૂૂમ માટે ખાસ મહેકમની નિમણૂક પણ કરી દેવામાં આવશે, જે ચોમાસા સંબંધિત તમામ ફરિયાદો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદરૂૂપ થશે

Advertisement
Tags :
Advertisement
Advertisement