For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એપ્રિલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

04:26 PM Mar 30, 2024 IST | Bhumika
એપ્રિલમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી
  • આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે : અંબાલાલ પટેલ

રાજ્યમાં હવે ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ છે. આ સાથે જ બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. દિવસે કાળઝાળ ગરમી અને રાતે ઠંડક અનુભવાય છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહે તેવી આગાહી કરી છે. તો આવો જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે

Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વૈશાખીની આગાહી કરી છે. તેમણે કહ્યુ છે કે, એપ્રિલ મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂૂઆત થઈ જશે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં તોફાન-વંટોળવાળું હવામાન રહે તેવી પણ સંભાવના છે. મકાનોનાં પતરાં ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ગરમી અંગે આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, કાળઝાળ ગરમી પડશે અને તાપમાનનો પારો પણ સતત વધશે. માર્ચ મહિનાનાં અંતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. જ્યારે એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે ક્યાંક છાંટા પડી શકે છે.

Advertisement

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. આ સિવાય આજે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી યથાવત્ રહેશે. રાત્રિના સમયે બનાસકાંઠા, અમદાવાદ, આંણદ વડોદરા ગરમ રહેશે. આ ઉપરાંત અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement