રાજકોટ છાતીના દુ:ખાવાની દવા લેવા આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
નાગલપર ગામ પાસે અજાણ્યા ઇકો ચાલકે રિક્ષાનું ઠોકરે ચડાવતાં સર્જાઇ ઘટના
રાજકોટ તાલુકાના નાગલપર ગામે રહેતા પ્રૌઢ છાતીમાં દુખાવો ઉપાડતા પેસેન્જર રિક્ષામાં બેસી રાજકોટ દવા લેવા માટે આવતા હતા ત્યારે અજાણ્યા ઇકો કારના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા દવા લેવા આવતા પેસેન્જર પ્રોઢનું મોત નીપજ્યું હતું પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના નાગલપર ગામે રહેતા નારણભાઈ બાબુભાઈ જોગડીયા નામના 45 વર્ષના પ્રૌઢ પેસેન્જર રીક્ષામાં બેસીને રાજકોટ આવતા હતા ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં નાગલપર ગામ પાસે અજાણ્યા ઇકો કારના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા ઘવાયેલા નારણભાઈ જોગડીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નારણભાઈ જોગડીયા ત્રણ ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે નારણભાઈ જોગણીને છાતીમાં દુખાવો ઉપડતાં રાજકોટ દવા લેવા માટે આવતા હતા ત્યારે તેમને જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.