For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષપદે પ્રગતિ આહીર

05:03 PM Mar 06, 2024 IST | Bhumika
ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષપદે પ્રગતિ આહીર
  • લોકસભા બેઠક પહેલાં યુવા નેતાને જવાબદારી

Advertisement

લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ પક્ષો એલર્ટ મોડમાં છે, ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસે પણ રાજ્યમાં એક પછી એક નેતાઓને મેદાનમાં ઉતારીને ખાસ જવાબદારીઓ સોંપવાની શરૂૂઆત કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં યુવા મહિલા નેતાને વધુ એક મોટી જવાબદારી સોંપી છે. લોકસભાની ચૂંટણી પહેલા યુવા નેતા પ્રગતિ આહિરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે, પ્રગતિ આહિરને ગુજરાત કોંગ્રેસ સેવાદળના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.સેવાદળના હાલના અધ્યક્ષ વિજય પટેલની નાદુરસ્ત તબિયતના કારણે પ્રગતિ આહિરને આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રગતિ આહિર અત્યારે ગુજરાત મહિલા સેવાદળના અધ્યક્ષ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement