રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધુળેટીના દિવસે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખુલ્લું રહેશે

05:35 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

Advertisement

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે હોળી-ઘુળેટીના તહેવારોમાં અંદાજિત 10,000 મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.નિયમીત રીતે ઝૂ દર સોમવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે હોળી-ઘુળેટીના તહેવારો દરમિયાન સોમવાર આવતો હોવાથી મુલાકાતીઓનીસુખાકારી અને મુલાકાતીઓતે દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.25/03/2024, સોમવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે તેમ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ેજણાવ્યું હતું.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 564 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsPradyumna Parkrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement