For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યો

06:04 PM May 17, 2025 IST | Bhumika
પ્રેક્ટિસ કામ આવી  રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને cpr આપી પોલીસે જીવ બચાવ્યો

કોરોના કાળ વખતે આકસ્મીક એટેકના બનાવમાં લોકોના જીવ બચાવવા માટે રાજ્યભરની પોલીસને તંત્ર દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રેકટીસ કામ આવી હોય તેમ શહેરના વિરાણી ચોક ખાતે રસ્તા ઉપર ઢળી પડેલા સ્કુટર ચાલકને ટ્રાફીક પોલીસ અને પીઆરબી જવાને સીપીઆર આપી તેનો જીવ બચાવી સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાએ પોલીસકર્મીઓની તાલીમ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ગત તા.15ના રાત્રે શહેરના ટાગોર રોડ પર આવેલા વિરાણી ચોક પાસે સ્કૂટર ચાલક અચાનક ચાલુ વાહન પરથી અચાનક ઢળી પડ્યા હતા. તેમને બેભાન અવસ્થામાં જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ કોઈને શું કરવું તે સમજાતું નહોતું. તે જ સમયે, વિરાણી ચોકમાં ફરજ પર હાજર પોલીસકર્મીઓનું ધ્યાન પડતાં ટ્રાફીક પોલીસ કેતનસિંહ બારડ અને ટીઆરબી જવાન મહેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્કૂટર ચાલક બેભાન થઈ ગયો હોય આવા સમયે, પોલીસે કોઈ પણ વિલંબ કર્યા વિના, CPR તાલીમનો ઉપયોગ કરવાનું શરૂૂ કર્યું હતું. તેમણે સ્કૂટર ચાલકને જમીન પર સુવાડીને CPR આપવાનું શરૂૂ કર્યું. સતત પ્રયાસો બાદ, થોડી જ મિનિટોમાં સ્કૂટર ચાલકના શ્વાસ ફરી ચાલુ થયા અને તે ભાનમાં આવ્યો હતો.

પોલીસની આ સમયસરની અને કુશળ કાર્યવાહીના કારણે સ્કૂટર ચાલકનો જીવ બચી ગયો હતો. બાદમાં તેમને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને તેમની માનવતા તથા તાલીમને કારણે એક વ્યક્તિનો જીવ બચી શક્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement