For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટનો પાવર લિફટર રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઇ

04:25 PM Dec 21, 2023 IST | Bhumika
રાજકોટનો પાવર લિફટર રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઇ

ગોલ્ડ મેળવવો હવે મારી આદત બની ગઈ છે, ભલે હું પગભર ઉભો ના રહી શકું પણ મારા બાવડાના જોરે ઓલિમ્પિકમાં દેશને સર્વોચ્ચ સન્માન રૂપી ગોલ્ડ અપાવી મારુ સ્વપ્ન બહુ જલ્દી સિદ્ધ કરી બતાવીશ. આ આત્મવિશ્વાષ ભરેલા શબ્દો છે પેરાલિમ્પિક ગેમ્સ 2024 માટે પ્રિકવોલિફાઈ થયેલા ગુજરાતના પ્રથમ પેરા પાવર લિફ્ટર એવા રાજકોટના દિવ્યાંગ યુવા ખેલાડી રામુ ઉર્ફે રામ બાંભવાના.

Advertisement

વર્ષ 2023 મારા માટે ખુબ લકી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ "ખેલો ઇન્ડિયા” અંતર્ગત દીવ્યંગો માટે પેરા ગેમ્સ પ્રથમ વાર શરુ કર્યું, જેનો મને લાભ મળ્યો, દિલ્હીમાં પેરા ખેલો ઇન્ડિયા’માં વેઇટ લીફટિંગ 72 કે.જી. કેટેગરીમાં ગોલ્ડ, ત્યાર બાદ નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેળવવાથી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો, અને ચીનમાં એશિયન ગેમ્સ અને દુબઈમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ હું છઠ્ઠા રેન્ક પર આવ્યો.
પેરીસ ખાતે રમાનાર પેરાલિમ્પિક ગેમ્સ 2024માં પ્રિકવોલિફાઈ થતા હવે ફાઈનલ ક્વોલિફાઈ થવા માટે દુબઈ તેમજ થાઈલેન્ડ ખાતે રમાનારી આગામી પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ પર બધો આધાર છે તેમ રામ જણાવે છે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દીની સફર અંગે રામ જણાવે છે કે, મેં વર્ષ 2010 માં ખેલ મહાકુંભથી એથ્લીટ તરીકે શરૂૂઆત કરેલી, પાવર લિફ્ટર માટે સૌથી મહત્વનું ફેકટર સોલ્ડર પાવર છે. રામભાઈ પોતાના જેવા અનેક ખેલાડીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખાસ શ્રેય આપી જણાવે છે કે સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ‘ખેલ મહાકુંભ’, ‘ખેલો ઇન્ડિયા’ સહીત ખેલાડીઓને રોકડ પુરસ્કાર સાથે અનેક સુવિધાઓ આપે છે. મને ‘શક્તિદૂત યોજના’ હેઠળ રૂ. પાંચ લાખની આર્થિક સહાય પણ આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement