લોધિકાની પોસ્ટ ઓફિસ ધણી-ધોરી વગરની!પોસ્ટ માસ્તર, કલાર્કની જગ્યા ખાલી: આધારની કામગીરી ઠપ
લોધિકાની તાલુકા કક્ષાની પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફથી લોકોને પડતી અગવળો અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોઢેલ હોય તેમ કંઈ કાર્યવાહી થતી ન હોય લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે લોધીકા શિવસેનાએ પીએમજી ગુજરાત અને રિજિયોનલ ઓફિસ પોસ્ટ સુપરિટેન્ડેન્ટ ઓફ રાજકોટને લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ લોધીકા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તથા ક્લાર્કની જગ્યા લાંબા સમયથી ખાલી છે પોસ્ટ માસ્તર તથા ક્લાર્ક ડેપ્યુટેશન પર મૂકવામાં આવે છે પરંતુ આ જગ્યા કાયમી નિમણૂક કરવામાં આવતી નથી પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ પોઇન્ટ છે છતાં ઘણા સમયથી આધાર કાર્ડ ની કામગીરી બંધ છે અહીંની સબ પોસ્ટ ઓફિસ નીચે અનેક ગામોની પોસ્ટ ઓફિસો આવેલી છે.
પરંતુ અપૂરતા સ્ટાફથી લોકોના કામો અટવાઈ રહ્યા છે કામ સમયસર થતા નથી આધાર કાર્ડની કામગીરી માટે લોકો દૂર દૂરથી આવે છે પરંતુ કામગીરીને અભાવે લોકોને ધકા થાય છે પોસ્ટ ઓફિસમાં લોકો બચત યોજનાઓ આધારકાર્ડ કામગીરી રજીસ્ટરી ખાતાઓ ખોલાવવા સહિત અનેક સેવાનો લાભ લેવા આવે છે પરંતુ અપૂરતા સ્ટાફને લઈ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે સબ પોસ્ટ ઓફિસમાં લોકોને સુવ્યવસ્થિત પોસ્ટ સેવા નિરંતર ક્યારે મળશે તેવું લોકો કહી રહ્યા છે વધુમાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ રહે છે જેથી પોસ્ટ ઓફિસનો વહીવટ થપ થઈ જાય છે આ અંગે તાલુકા શિવસેના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપ-પ્રમુખ અશોકભાઈ વસોયાએ રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું છે.