For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આ વર્ષે ચાલુ રાખો

04:59 PM Feb 13, 2025 IST | Bhumika
જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આ વર્ષે ચાલુ રાખો

રાજય સરકાર દ્વારા મેનેજમેન્ટ કવોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રીયા પુન: શરૂ કરવાની માંગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોટેચા ચોકમાં ચક્કાજામ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠી સત્વરે યોગ્ય કરવા માંગણી કરી હતી.

Advertisement

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા બેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કોલેજમા સ્કોલરશિપ સહાયથી એડમિરાન લઇ લીધા બાદ આ દરાવ કરવામાં આવેલ હોવાથી ખુબ મોટી સંખ્યામાં જનજાતિ વિધાર્થીઓ અસમંજસમાં મુકાયા છે કેટલાય જનજાતિ વિધાર્થીઓ ભણતર છોડી રહ્યા હોઈ તેવું જણાઈ રહ્યું છે. અભાવિપ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવેલ છે. બોહળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખો, રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવિપ સ્પષ્ટ માંગ કરે છે કે, શિષ્યવૃત્તિ પાછી ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 24-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહિ.

રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે. ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલા નથી. કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિધાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઈ રહ્યો છે. વિધાર્થી હિતમાં અભાવિપ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા-ધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિત પણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement