પોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ કાલે આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડાવાશે
ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ માટે ટ્રેન અજમેરની જગ્યાએ દોરાઇમદાર જંકશનથી ચલાવાશે
ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેરમદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને પગલે 11 ડિસેમ્બર, 2025 ના રોજ પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક 19269 પોરબંદરમુઝફ્ફરપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂૂટ વાયા દોરાઈમદાર જંકશન બાયપાસ લાઇનથી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપર મુજબના ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાની યોજના બનાવે અને ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટેwww. enquiry. indian rail.gov.in પર જઈને માહિતી મેળવે જેથી કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.