પોરબંદરની યુવતી વિદેશ જવાના ચક્કરમાં ઓમાનમાં ફસાઇ, સરકાર પાસે મદદની અપીલ કરી
મુળ પોરબંદરની અને હાલ ઓમાનના મસ્કતમા રહેતી યુવતીએ વિડીયો મેસેજ વાયરલ કરી ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે ત્યારે પોરબંદરમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે અને વહેલીતકે દિકરી સહિ સલામત પરત આવે તેવી માંગણી પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.
મુળ પોરબંદરની રહેવાસી અને અંદાજે છેલ્લા 8 મહિનાથી દુબઈ સહિત ઓમાનમાં રહેતી એક યુવતી પોતે મસ્કતમા ફસાઇ હોવાનો સોશિયલ મીડિયામાં વિડિયો માંગી મદદ માંગી હતી. આ વિડીયો સંદેશમા તેણીએ આક્ષેપ કર્યા હતા કે, ઓમાનમાં તેના સહિત બીજી અન્ય યુવતીઓ પણ ફસાઇ છે જેઓ હાલ મુશ્કેલીમાં છે ત્યારે ભારત સરકાર તેઓને મદદરૂૂપ બને તેવી માંગણી આ યુવતી વિડિયો મારફત કરતી જોવા મળી રહી છે.
પોતાની દિકરીની આ પરિસ્થિતિને જોઇને પોરબંદરમા રહેતા તેમના પરિવારજનોમા પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના પિતાએ ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે માંગણી કરી હતી કે,સરકાર દ્વારા મારી દીકરીને સહિ સલામત પરત આવે તે માટે જરૂૂરી તમામ મદદ કરે તેવી તેઓએ માંગણી કરી હતી.