પોરબંદર-દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ 1લી ફેબ્રુઆરીએ ડાઈવર્ટ રૂટ પર દોડશે
04:49 PM Jan 24, 2025 IST
|
Bhumika
Advertisement
ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર ચાલશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે બદલાયેલ રૂૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-ડેગાના જંકશન-સાદુલપુર જંકશન-રેવાડી જંકશન થઈને ચાલશે.
Advertisement
નોંધનીય છે કે, મુસાફરોની સુવિધા માટે રૂૂટ ફેરફાર દરમિયાન, 01 ફેબ્રુઆરી 2025 ના રોજ ચાલતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને પાલી મારવાડ઼, જોધપુર જંક્શન, મેડ઼તા રોડ જંક્શન, ડેગાના જંક્શન, લાડનૂ, રતનગઢ જંકશન, ચુરૂૂ જંકશન, સાદુલપુર જંકશન અને લોહારૂૂ જંકશન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.