રાણપુરમાં રાજકારણ ગરમાયું: ભાજપના આગેવાનો સામસામે
બોટાદ જીલ્લામાં કુલ 4 તાલુકા આવેલ છે. જેમાં બોટાદ ગઢડા તેમજ બરવાળા માં નગરપાલિકા આવેલી છે જ્યારે રાણપુર માં ગ્રામ પંચાયત આવેલ છે. ત્યારે હાલ રાણપુર ગ્રામ પંચાયત માં કોંગ્રેસ પ્રેરિત ગ્રામ પંચાયત છે અને કોંગ્રેસ નું શાસન છે જેના સરપંચ તરીકે ગોસુભા પરમાર જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને રાણપુર શહેરની જીલ્લા પંચાયતની બેઠક ના સદસ્ય કેશુભાઈ પંચાળા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ભારતીય જનતા પાર્ટીના મતદાર વાળા વિસ્તારમાં વહાલા દવલાની નીતિથી કામ કરવામાં આવતું હોય તેવા આક્ષેપ સાથે રાણપુર ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર કરતી હોય તેવા આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરી કડક કાર્યવહી કરવાની માંગ કરતો પત્ર લખતા રાણપુર નું રાજકારણ ગરમાયું જોવા મળેલ છે.
રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા કરાયેલ આક્ષેપ મામલે પ્રેસ કોંન્ફરન્સ બોલાવી હતી અને મીડીયા સાથે થયેલ વાતચીત મુજબ જણાવેલ કે કેશુભાઈ પંચાળા દ્વારા કરવામાં આવેલ તમામ આરોપો પાયા વિહોણા છે
રાણપુર ગ્રામ પંચાયત વિસ્તારની અંદર ભાજપના વિસ્તાર કે કોંગ્રેસ ના વિસ્તાર તે રીતે નહિ પણ તમામ લોકોના વિસ્તાર માં પ્રાથમિક સુવિધા ને ધ્યાનમાં લઇ અને કામો કરવામાં આવે છે ત્યારે માત્ર અને માત્ર આક્ષેપ કરવા પાછળનું શું કારણ જે અંગે ગોસુભા પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મોટા કારખાના ફેક્ટરી આવેલ હોય જે ફેક્ટરીમાં રાણપુરના રહીશો દ્રારા જે ટેકક્ષ લેવામાં આવતો હોય તે જ મુજબ નિયમો ને ધ્યાન માં રાખી ટેક્સ વસુલ થવો જોઈએ
જે મુજબ અંતર્ગતની કામગીરી કરવામાં આવેલ જેને લઈ ક્યાંકને ક્યાંક ગ્રામ પંચાયતને બદનામ કરવાનું આ ષડયંત્ર હોઈ શકે કારણ કે સરપંચ ગોસુભા પરમારના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મોટા કારખાનાના ટેક્સ મામલે જ્યારે જ્યારે કોઈ સરપંચ કે સભ્ય દ્વારા જો કોઈ કામગીરી કે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેમને સસ્પેન્ડ અથવા રાજીનામું આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી કરાયેલ છે.
ત્યારે ગોસુભા પરમાર ના જણાવ્યા મુજબ કે પોતે પણ હાલ રાણપુરના ગામ લોકોને અન્યાય ન થાય અને સુસંગતતા જળવાઈ રહે તેને લઈ રાણપુર ગ્રામ પંચાયતના રહેતા રહીશો પાસે જે પ્રમાણે ટેક્સ ઉઘરાવવામાં આવતો હોય તે મુજબ કારખાના કે ફેક્ટરીમાં નિયમ મુજબ પણ ટેક્સ લેવાની કામગીરી હોવી જોઈએ તેવી કામગીરી હાથ ધરતા ક્યાંકને ક્યાંક આવા મોટા કારખાના સાથે આડકતરી રીતે જોડાયેલા કોઈ લોકો ને અમારી આ કામગીરી ગમતી ન હોય જેને લઇ ગ્રામ પંચાયત પર આ પ્રમાણેના આક્ષેપો કરેલા છેા ગોસુભા પરમાર દ્વારા વધુમાં જણાવેલ કે ભાજપના વિસ્તારમાં પણ લાખો રૂૂપિયાના કામ થયેલા છે કારણ કે ગ્રામ પંચાયતમાં સરપંચ બન્યા પછી ભાજપ કે નહીં કોંગ્રેસ માત્રને માત્ર લોકોની પ્રાથમિક સુવિધા ને ધ્યાનમાં રાખી અને તે જ વાતને મહત્વ આપી રાણપુર ગ્રામ પંચાયત વિસ્તારની અંદર વિકાસના કામો થઈ રહ્યા છે.
રાણપુર વિસ્તારમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો
રાણપુર શહેર ભાજપ કિસાન મોરચા સેલના પ્રમુખ બટુકભાઈ દ્વારા મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવેલ કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા તમામ વિસ્તારની અંદર કામો કરવામાં આવે છે અમે જે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારોમાં પણ ગ્રામ પંચાયત દ્રારા ગટર સહિતના તમામ કામો કરવામાં આવે છે. ત્યારે એક તરફ ભાજપ ના આગેવાન દ્રારા ગ્રામ પંચાયત નો વિરોધ થઈ રહ્યો છે તો બીજું બાજુ ભાજપ ના જ આગેવાન દ્રારા ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કરવામાં આવતો હોવા ની વાત કરતા હાલ તો રાણપુર શહેર સહિત વિસ્તાર માં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.