For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક વર્ષથી તૈયાર માણાવદર રીવરફ્રન્ટ મુદ્દે રાજકીય ધમાસાણ

12:33 PM Aug 04, 2025 IST | Bhumika
એક વર્ષથી તૈયાર માણાવદર રીવરફ્રન્ટ મુદ્દે રાજકીય ધમાસાણ

નગરપાલિકા મેઈન્ટેનન્સ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી સંભાળતી નથી, કોઈ તૈયાર ન થાય તો સંભાળી લેવાની ગોપાલ ઈટાલિયાની જાહેરાત, ધારાસભ્ય લાડાણીની મોરેમોરો આવવાની ચેલેન્જ

Advertisement

માણાવદર રિવર ફ્રન્ટનો મામલો ગરમાયો છે. માણાવદર રિવર ફ્રન્ટને લઈ ભાજપ સંગઠન મેદાનમાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા છે.
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્યો અરવિંદ લાડાણીએ પ્રવાસન મંત્રી મૂળુ બેરાને મળ્યા હોવાનું જણાવ્યું. અરવિંદ લાડાણીએ કહ્યું કે, રિવરફ્રન્ટનો મેનેજમેન્ટ ખર્ચ જ 50 લાખ છે, જે નગર પાલિકાને પોષાય તેમ નથી. 22 કરોડના ખર્ચના બદલે 18 કરોડનો ખર્ચ થયો હોય બાકીની રકમ અંગે માંગી માહિતી છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાને બાનમાં લીધી.

માણાવદરની જનતાને ભોળવવાની કોશિસ ન કરે જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીઓ તો આ મામલે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ઈટાલિયાને મોરે મોરા આવી જવાની ચેલેન્જ પણ આપી દીધી છે. વાત એમ છે કે, માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે આ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. માણાવદર નવલાલા પુલથી - બાંટવા રોડ પર ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ બની ગયા બાદ કોઈ તંત્ર સંભાળવા તૈયાર ન હોવાથી ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે આ રિવરફ્રન્ટ ખુલ્લો મુકવા અનેકવાર અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે છતાં પણ આ રિવરફ્રન્ટ ખુલ્લો મુકવામાં આવતો નથી. ત્યારે તાજેતરમાં વંથલી ખાતે એક સન્માન સમારોહમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ આ રિવરફ્રન્ટ કોઈના સંભાળે તો હું સંભાળવા તૈયાર છું તેમ જાહેરમાં કહ્યું હતું. આમ, ગોપાલ ઈટાલિયાની ચીમકી બાદથી ભાજપનું સૂતેલું તંત્ર જાગ્યું છે અને મેદાને આવ્યું છે.

Advertisement

માણાવદર નગરપાલિકા જાળવણી ખર્ચ ઉપાડે તો માથાદીઠ રૂા.2500નો ડામ
ધારાસભ્ય લાડાણીએ ઈટાલિયા પર ભ્રામક જાહેરાતો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેમણે ચિંતા કરવાની જરૂૂર નથી. જરૂૂર પડશે તો મોરેમોરો પણ સામે આવીશું. આ સાથે સાવજ ડેરીના ચેરમેને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને અઅઙના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કર્યા છે. પૂર્વ મંત્રી સામે નામ લીધા વિના તેમના મળતિયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા છે. દિનેશ ખટારિયાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે માણાવદરની જનતા પર પડનારા આર્થિક બોજ અંગે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, હાલમાં માણાવદરના લોકોને સરેરાશ રૂૂ.1250 જેટલો ટેક્સ ભરવો પડે છે. જો નગરપાલિકા રિવરફ્રન્ટની જાળવણીનો ખર્ચ ઉઠાવે, તો આ ટેક્સ વધીને રૂૂ. 2500 સુધી પહોંચી શકે છે. આ વધારાના બોજથી બચવા માટે નગરપાલિકા હાલ રિવરફ્રન્ટને પોતાના હસ્તક લેવા તૈયાર નથી. માણાવદરની જનતાને વિશ્વાસમાં લીધા વિના આ રિવરફ્રન્ટને નગરપાલિકા સ્વીકારશે નહીં. અમે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને વિનંતી કરી છે કે, સરકાર આ રિવરફ્રન્ટની જાળવણી માટે બજેટમાં જોગવાઈ કરે, તો જ લોકોને તેનો લાભ મળી શકશે.

માણાવદરનો રીવરફ્રન્ટ અનાથ બની ગયો છે : ગોપાલ
AAP ધારાસભ્ય ઈટાલિયાએ કહ્યું હતું કે, માણાવદરનો રિવરફ્રન્ટ પુરો થઈ ગયો હોવા છતાં તે અનાથ બની ગયો છે. તેને સંભાળવા વાળું કોઈ નથી. જો કોઈ જવાબદારી ન લે તો હું જવાબદારી લઈશ. જેને જવાબ આપવા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયા મેદાને આવ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement