ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયો

11:52 AM Jul 18, 2025 IST | Bhumika
Advertisement

ડે.મેયર, હરીગીરીના સમર્થનમાં જ્યારે ધારાસભ્યએ ગાદીના સોંપવા કલેકટરને લખ્યા પત્રો

Advertisement

જૂનાગઢ હાલ ભવનાથ મંદિરના મહંતની મુદ્દત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવા મહંતની નિમણુંક મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ શરૂૂ થઈ ગયો છે. જૂનાગઢના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનોઓએ વર્તમાન મહંત હરીગીરીને રિપીટ ન કરવા રજૂઆત કરી છે. જયારે મનપાના ડેપ્યુટી મેયર તથા તે વોર્ડના મહિલા નગરસેવિકાએ કલેક્ટરને રજૂઆત કરી છે કે હરીગીને મહંત તરીકે રિપીટ કરવામાં આવે. જૂનાગઢના પાવન ભવનાથ મહાદેવ મંદિર, જે ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે.ત્યાં હાલ મહંત પદને લઈને વિવાદ ચરમશીમાએ પહોંચ્યો છે આ માત્ર ધાર્મિક મર્યાદાઓ સુધી મર્યાદિત રહી નથી. તવે તેમાં રાજકીય ઓછાયાની એન્ટ્રી થતા વિવાદને નવો વળાંક મળ્યો છે. મંદિરના અનુગામી મહંતપદ માટે કેટલાક પંથો, ગાદીઓ અને સાધુઓ વચ્ચે અસ્તિત્વની સ્પર્ધા સર્જાઈ છે.

સ્થાનીક સ્તરે કેટલીક ધાર્મિક પંચાયત અને આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવતા દાવાઓમાં રાજકીય પક્ષોની અભિવ્યક્તિઓ પણ પ્રવર્તી રહી હોવાનું સંકેત મળ્યા છે. જેમાં કેટલાક નેતાઓના પ્રત્યક્ષ કે પરોક્ષ રૂૂપે આંચકા નોંધાઈ રહ્યા છે. ભવનાથ મંદિર જેવાં ધાર્મિક સ્થાન પર આવી સ્થિતિ ઊભી થતા ભાવિક ભક્તોમાં આશ્ચર્ય ની લાગણી ઉઠી રહી છે. ભક્તમંડળો અને ધાર્મિક આગેવાનો દ્વારા એવું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે કે, મંદિરના કામકાજ અને મહંતપદ જેવી પાવન વ્યવસ્થાઓ રાજકીય દબાણથી દૂષિત નહીં થાય એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂૂરી છે. હાલ તંત્ર અને ધાર્મિક સમિતિઓ આ વિવાદને ધીરે ધીરે શાંત કરવાના પ્રયાસમાં છે અને શક્ય તેટલું વિવાદ વધુ વકરે તે પહેલા ઉકેલાવાની વાત ચાલી રહી છે.

જો કે,વિવાદ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરશે તો ભવિષ્યમાં પોલીસ કે તંત્રને હસ્તક્ષેપ કરવો પડી શકે છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભવનાથ મહાદેવ મંદિરના મદંત પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે રાજકીય ટેકો ખુલેઆમ જોવા મળી રહ્યો છે. ભાજપના જુનાગઢ શહેરના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને હરીગીરી બાપુના મહંત પદ માટે સમર્થન જાહેર કર્યો છે. આ લખાણમાં તેમણે જણાવ્યું છે કે ભવનાથ મંદિર જેવા પવિત્ર ધામમાં હરીગીરી બાપુ દ્વારા દાવિત્વ નિભાવવાનો અનુભવ છે અને તેમણે લાંબા સમયથી ભક્તિભાવપૂર્વક સેવા કરી છે. તેથી હરીગીરી બાપુને ભવનાથ મંદિરના મહંત તરીકે નિયુક્તિ આપવી યોગ્ય રહેશે તેમ તેમણે વર્ણવ્યું છે. આ પત્રની બાબતને લઈને ધાર્મિક વર્તુળમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.

એક તરફ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ખુલ્લો ટેકો મળવો એ હરીગીરી બાપુ માટે વિશાળ આધારરૂૂપ બનશે, તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય દ્વારા નિમણૂક ન આપવા એટલે કે હરીગીરીને મહંત તરીકે રીપીટ ન કરવા પત્ર લખાયો છે ઉપરાંત કેટલાક સંત સમુદાયો અને સ્થાનિક ભક્તમંડળો ચૂંટણીના રાજકીય પાયા પર આધારિત પદપ્રાપ્તિ પર પ્રશ્નચિહ્ન ઉઠાવી રાહ્યા છે.

Tags :
Bhavnath Temple Mahantgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement