For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસ.ટી.માં રાજકીય પોસ્ટરો ફાડી નખાયા

05:30 PM Mar 18, 2024 IST | Bhumika
એસ ટી માં રાજકીય પોસ્ટરો ફાડી નખાયા
  • શાસકપક્ષના બેનરો ઉતારવામાં તંત્રના આંખ આડા કાન સામે નારાજગી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી જણાવે છે કે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડે છે. અને કોઈપણ રાજકીય મહાનુભાવોની તસવીરો કે રાજકીય પ્રતિક કોઈપણ સરકારી મિલકત પર કે સરકારી વાહનો પર લાગેલ હોવું ન જોઈએ અને લાગેલ હોય તો એ તાત્કાલિક કાઢી નાખવું પડે છે અથવા પડદો લગાડી દેવો પડે છે. ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી દરેક રાજકીય પક્ષોએ કરવાની થતી હોય છે. પરંતુ તેમ છતાં રાજકોટ શહેર જિલ્લાના કેટલાક અધિકારીઓ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ કામ કરતા હોય એવું જણાય છે. અને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તેમજ કેબીનેટ મંત્રીઓની તસવીરો સાથેના હોડિંગ, બેનરો હટાવવામાં વિલંબ કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મળેલી ફરિયાદમાં આજરોજ રાજકોટના ઢેબર રોડ પરના એસટી બસપોર્ટ પર કે જ્યાં એસટી ની રોજબરોજ 1800 થી વધુ બસો અવરજવર કરે છે આ તમામ બસોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની તસવીરો સાથેની જાહેરાતો બસો ની કંડકટર બાજુ, ડ્રાઇવરની સાઈડ અને બસની પાછળ લગાવવામાં આવેલ હતી. જે તમામ બસોમાં આદર્શ આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હતો. જે પગલે પ્રમુખ રાજાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી સાથેના લાગેલા એસટી બસ પરના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને ચૂંટણી કમિશનરને અને ચૂંટણી કંટ્રોલરૂૂમમાં આ અંગે ફરિયાદ કરી રાજકોટ બસપોર્ટના કંટ્રોલરૂૂમમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની બગલમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસવીર સાથેનું મોટું હોડિંગ ઘર ઘર તિરંગા નું આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હોય જે અંગે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અને કલેકટરના કંટ્રોલ રૂૂમમાં ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી ખાતે દિવાલ પર વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી નું પોસ્ટર લગાવેલ હોય જે અંગે ફરિયાદ કરવામાં આવી છે.આજે સવારે એસ.ટી માં કોંગ્રેસની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા પોસ્ટર ફાડ કાર્યક્રમમાં મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી, જય કારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement