ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

04:32 PM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

નવરાત્રિથી દિવાળી સુધીમાં "નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક

Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતનો પ્રારંભ સુરતથી થયો છે. તેમની આ મુલાકાત રાજકીય બેઠકો અને કાર્યક્રમોથી ભરપૂર રહી છે, અને રાજકીય વર્તુળોમાં આગામી સમયમાં ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં મોટા ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. આ અટકળોને ગત મહિને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના એક નિવેદનથી વધુ વેગ મળ્યો છે, જેમાં તેમણે નવરાત્રિ અને દિવાળી દરમિયાન નવાજૂની થવાની વાત કહી હતી.

ગત મહિને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપ્યો હતો કે નવરાત્રિથી દિવાળી સુધીના સમયગાળામાં કંઈક મોટી નવાજૂની થઈ શકે છે. આ નિવેદનને પગલે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પ્રદેશ સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂક થઈ શકે છે અને મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે, આ પ્રક્રિયામાં કેટલાક અવરોધો ઊભા થઈ રહ્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે અમિત શાહે આ પરિસ્થિતિને પોતાના હાથમાં લીધી છે આ જ કારણ છે કે તેઓ સુરત પહોંચ્યા અને સી.આર. પાટીલના નિવાસસ્થાને રાત્રિભોજન દરમિયાન એક મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના સુરત અને દક્ષિણ ગુજરાતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ રવિવારે સાંજે રાજસ્થાનથી સીધા સુરત પહોંચ્યા હતા અને તેમણે સૌપ્રથમ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને રાત્રિભોજન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરત તેમજ દક્ષિણ ગુજરાતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે લાંબા સમયથી પ્રદેશ સંગઠનમાં નવા પ્રમુખ અને મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી. એવી ચર્ચાઓ છે કે અમિત શાહે પોતે આ પરિસ્થિતિનો તાગ મેળવીને રાજકીય સ્થિતિને પોતાના હાથમાં લીધી છે.

સર્કિટ હાઉસમા રોકાણ દરમિયાન પદ્મશ્રી મથુર સવાણી અને કોમન સિવિલ કોડના સભ્ય ગીતા શ્રોફ સહિતના સુરતના સામાજિક આગેવાનોએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આજે સવારે, અમિત શાહ સુરતના કોસમાડા, એન્થમ સર્કલ ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમા હાજરી આપી હતી 101 કરોડના ખર્ચે બનનારું આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું જ નહીં, પરંતુ સમાજ કલ્યાણનું પણ મોટું કેન્દ્ર બનશે. મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજન જેવી સામાજિક પહેલ પણ શરૂૂ કરવામા આવશે.

સાંસદો અને ધારાસભ્યો સાથે વન-ટુ-વન બેઠકો
પાટીલના નિવાસસ્થાને બેઠક બાદ અમિત શાહે સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. અહીં તેમણે સુરત, બારડોલી અને માંડવી સહિતના સાંસદો અને ધારાસભ્યો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકો માટે ચોક્કસ પ્રકારના પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે આ મુલાકાત અત્યંત સુનિયોજિત અને મહત્ત્વપૂર્ણ હતી.

Tags :
amit shahc r patilcm bhupednra patelgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement