સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે સંપર્ક ધરાવતા 2 DYSP અને 2 પોલીસકર્મીઓ સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે ઉઢજઙઓના સાંઠગાંઠનો મામલો વધુ વકર્યો છે. તો બીજી તરફ ખનિજ માફિયાઓ સાથે સંપર્કમાં રહેલા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી માટે જે પુરાવા મળ્યા છે તે અનુસાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
તાજેતરમાં રેકી કરતા ખનિજ માફિયાઓ પાસે થી 3 મોબાઈલ ફોન જપ્ત દરમ્યાન પોલીસની ખનિજ માફિયાઓ સાથેની ઓડીઓ રેકોર્ડિંગ મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં DYSP લીમડી સુરેન્દ્રનગર તેમજ પોલીસકર્મી રણજીત જળું અને સરદારસિંહ નામના પોલીસકર્મીઓ સાથે વાતચીતની વિગતો ખનીજ માફિયાઓના જપ્ત કરેલા મોબાઈલ માંથી મળી આવી છે. તમામ સામે ગૃહમાં રિપોર્ટ કરવામાં આવશે. ખનીજ ચોરી સાથે ખાખીનો સંપર્ક મામલે પ્રાંત અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-