વ્યાજખોરોનો ભોગ બનેલા 216 લોકોને પોલીસ લોન માટે મદદ કરશે
વ્યાજખોરો સામેના લોકદરબારમાં કુવાડવા, ભક્તિનગર,પ્ર.નગર, આજી ડેમ પોલીસ મથકમાં લોન મેળો યોજાયો
રાજકોટ પોલીસે યોજેલ લોકદરબારમાં ભાગ લેનાર લોકોને નાણાકીય જરૂૂરિયાત હોય તો બેંકનો સંપર્ક કરવો તેવી સલાહ આપ્યા બાદ ભોગ બનનાર લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી પરંતુ લોન મેળવવાની પ્રક્રિયાથી લોકો અજાણ હોય લોન ઈચ્છુક લોકોનો રસ્તો સરળ કરી દેવા માટે પોલીસ સ્ટેશન વાઈઝ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન ભક્તિનગર પોલીસ મથકમાં પીઆઈ સરવૈયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 70, આજી ડેમ પોલીસમાં પીઆઈ જાડેજાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 56, પ્રનગર પોલીસમાં પીઆઈ ઝણકાતની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 60 અને કુવાડવા રોડ પોલીસમાં પીઆઈ રજયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 30 લોકો જોડાયા હતા આ તકે જુદી જુદી બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમને તેમની જરૂૂરિયાત પ્રમાણેની લોનની માહિતી આપી ડોક્યુમેન્ટ લઇ બેંક સમક્ષ જવા સમજુતી આપી હતી પ્રોસેસ પૂર્ણ થયા બાદ તેમને લોન રૂૂપે સહાય આપવામાં આવશે કુવાડવા વિસ્તારમાં અગાઉ પ્રોસેસ કરી ચૂકેલા મુકેશભાઈ ઝાપડાને 5 લાખની લોનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.