ધોરાજીમાં આરોપીના ઘરે તપાસ માટે ગયેલ પોલીસને ઘેરી લઇ માથાકૂટ
પોલીસના વાહન આડે સૂઇ જઇ માથાકૂટ કરતા વધારાના સ્ટાફને બોલાવી તમામ સામે કાર્યવાહી
ગુજરાત મિરર, રાજકોટ તા. 26- ધોરાજના તોરણીયા ગામે આરોપના ઘરે તપાસ માટે ગયલે પોલીસ સાથે ઘર્ષણ કરી ફરજમાં રૂૂકાવટ કરી ધક્કામુક્કી કરતા એક જ પરિવારના છ સભ્યો સામે બી.એન.એસ.2023 કલમ-221 તથા 54 મુજબ પોલીસ કાર્યવાહીમા રુકાવટ કરી દેકારા પડકારા કરી પોલીસ સાથે ધક્કામુક્કી કરી થાઇ તે કરી લેવાની ધમકી આપ્યાનો અને સરકારી ફરજમાં રૂૂકાવટ નો ગુનો નોંધાયો હતો.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન મા અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજીતભાઇ રમણભાઇ ગંભીરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે તથા એ.એસ.આઈ ભિમાભાઈ હાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મનેશભાઈ રવજીભાઇ તથા પોલીસ કોન્સ. પ્રદિપભાઈ જયતાભાઈ તથા પોલીસ કોન્સ.હાર્દિકભાઈ રામશીભાઇ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે તપાસમા ધોરાજી તાલુકાના તોરણીયા ગામે જવા માટે ધોરાજી તાલુકા પો. સ્ટે. ખાતે આવી ધોરાજી તાલુકા પો.સ્ટે. લેખીતમા રિપોર્ટ આપી જરૂૂરી પોલીસ મદદ લઇ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. વિશાલભાઇ હુણ તથા પો.હેડ કોન્સ.મનીષભાઈ વરૂૂ તથા પો.હેડ કોન્સ.દિવ્યરાજસિંહ પઢીયાર તોરણીયા ગામે આ ગુનાના આરોપી મેહુલભાઈ રમેશભાઈ વાઘેલા તથા રમેશભાઈ બધાભાઇ વાઘેલાના રહેણાક મકાને જતા આ બન્ને હાજર મળી આવેલ હોય જરૂૂરી તપાસને લગતી કાર્યવાહી કરતા આ બન્ને આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કરી ઉચા અવાજે ઝગડો અને દેકારો કરવા લાગતા તે દરમીયાન આરોપી કહેવા લાગેલ કે અમારા ઘરે શું કામ આવેલ છો તેમ કહી પોલીસ સ્ટાફ સાથે ધક્કામુક્કી કરવા લાગેલ તે દરમીયાન તોરણીયા ગામનો વિવેકભાઇ ભેડા ત્યા આવેલ અને આરોપીઓને ઉશ્કેરવા લાગેલ અને બધા દેકારો પડકારો કરવા લાગેલ અને સરકારી વાહન આડા ઉભા રહી જઇ કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરેલ અન્ય બે પુરૂૂષ તથા એક મહિલા જે આરોપી મેહુલની માતા હોય આ ત્રણેય પણ ગાડી ના આગળના ભાગે તથા નિચેના ભાગે સુઇ જઇ સરકારી વાહન ચાલવા દિધેલ નહી અને એકાદ કલાક જેટલા સમય સુધી સ્થળ પર રોકી રાખેલ તે બાદ વધુ પોલીસ ફોર્સ આવતા જરૂૂરી બળ વાપરી ધરપકડની કાર્યવાહી કરેલકરી હતી.