For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના ભયજનક 17 નદી-તળાવ ઉપર પોલીસનો પહેરો

04:03 PM Jul 22, 2024 IST | admin
રાજકોટના ભયજનક 17 નદી તળાવ ઉપર પોલીસનો પહેરો

નદી અને તળાવ સ્થળે પ્રવેશ અને નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

Advertisement

રાજ્યમાં તાજેતરમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલા વ્યક્તિઓ ડૂબી ગયાની ઘટના બની હતી જેને ગંભીરતાથી લઇ રાજ્ય સરકારે આવા અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ભયજનક નદી-તળાવ જેવા જળાશયોમાં લોકો ન પ્રવેશે તે માટે પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા ગૃહ વિભાગે આદેશ કર્યા હતા જેના પગલે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. રાજકોટ શહેરમાં 17 ભયજનક નદી-તળાવ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમજ આવા સ્થળોએ પોલીસે બદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ એ.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આજી નદીનો કાંઠો, નવયુગપરા, ઘાંચીવાડ સ્મશાનથી કૈસરે હિંદ પુલ સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે તેમજ બી.ડિવિઝ્ન વિસ્તારમાં લાલપરી તળાવ-સંત કબીર ટેકરી પાસે, આજી નદીનો કાંઠો-ભગવતીપરા, આજી નદીનો કાંઠો-બેડીપરા, આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમનો પૂર્વ બાજુનો કાંઠો-ભાવનગર હાઇવે રોડ તરફ, ખોખદડળ નદી-ખોખડદળ ગામ, રાંદરડા તળાવ-જૂના માર્કેટિંગ યાર્ડ પાસે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશ્વરિયા પાર્ક ખાતે આવેલું તળાવ-જામનગર રોડ.

Advertisement

આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અટલ સરોવર-150 ફૂટ રિંગ રોડ, પરશુરામ મંદિર પાછળનું તળાવ-150 ફૂટ રિંગ રોડ, મેલડી માતાના મંદિરની સામેનું તળાવ-યુનિવર્સિટી કેમ્પસ, પ્રશિલપાર્કની પાછળનું તળાવ-યુનિવર્સિટી ચાર રસ્તા. વેજાગામ પાસે આવેલું તળાવ તથા રૈયા ગામનું તળાવ. ઉપરોક્ત 17 નદી તળાવમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આમ છતાં નહાવા માટે કે મોજ મસ્તી માટે તળાવ કે નદીમાં પડનાર સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement