ચાર મહાનગરોના પોલીસ સ્ટેશનો હાઇટેક CCTVથી સજ્જ
12 ડિસેમ્બર 2020 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે.
પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો આવી રહી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી.
વડોદરા શહેરના 25 જેટલા પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 440 જેટલા CCTV કેમેરામાં લગાવવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જવાના કારણે હાલમાં તમામ કેમેરા કાર્યરત પણ થઇ ગયા છે.
જે પોલીસ સ્ટેશનોમાં 19 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાં બે અલગ અલગ પ્રકારના કેમેરા લગાડવામાં આવ્યા છે. જેમાં 13 ડોમ તથા 6 બુલેટ કેમેરા છે. તેવી જ રીતે હરણી અને મહિલા પોલીસ સ્ટેશનમાં 13 કેમરા છે તેમાં 10 ડોમ અને 3 બુલેટ કેમેરા લગાવ્યા છે, આ રીતે જઘૠ, સ્પેશિયલ બ્રાન્ચમાં 5 ડોમ અને 5 બુલેટ જ્યારે સાયબર ક્રાઇમમાં 10 ડોમ અને 4 બુલેટ કેમેરા લગાવાયા છે.
સુરત શહેરના 40 પોલીસ સ્ટેશન તથા જઘૠ અને ઙઈઇ કચેરીમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરેરાશ 19થી 20 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 440 ડોમ કેમેરા અને 194 બુલેટ કેમેરા મળી કુલ 670 કેમેરા લગાવવામાં આવ્યા છે. ઙજઘ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો વધુ સંપર્ક રહે છે, તેથી તેમના ચેમ્બરમાં ઓડિયો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ ફરિયાદ અંગે ઓડિયો અને વીડિયો આધારિત પુરાવા મળી શકે.
રાજકોટ શહેરના તમામ 15 પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. અને તેની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ચાર એડિશનલ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઙઈં ચેમ્બર, ઙજઈં ચેમ્બર, વોશરૂૂમ તરફ જવા માટે લોબીમાં અને એક અન્ય મળી કુલ ચાર વધારાના કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના મુખ્ય 49 પોલીસ સ્ટેશન, 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન, 2 મહિલા પોલીસ સ્ટેશન, એજન્સી, ઉઈઇ ક્રાઈમ બ્રાન્ચ, જઘૠ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.