ધ્રોલના ધ્રાંગડા ગામ પાસેથી દારૂની ર4 બોટલ કબજે કરતી પોલીસ: મોટરકાર પણ કરાઇ જપ્ત
ધ્રોલના ધ્રાંગડા ગામના પાટિયા પાસે મોટરમાં દારૂૂની કરાતી હેરફેર એલસીબીએ પકડી પાડી છે. મોટરમાંથી દારૂૂની 24 બોટલ કબજે કરાઈ છે. પકડાયેલા આરોપીએ અમદાવાદથી એક મહિલાએ દારૂૂ મોકલ્યાની કબૂલાત આપી છે. જ્યારે દિગ્વિજય પ્લોટમાં એક મકાનમાંથી પાંચ બોટલ મળી આવી છે.
ધ્રોલ નજીકના ધ્રાંગડા ગામના પાટિયા પાસે ગઈકાલે મોટરમાં દારૂૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષીરાજસિંહ વાળાને મળતા ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ વોચ ગોઠવાઈ હતી.
તે દરમિયાન ધ્રાંગડા પાટિયા પાસેથી જીજે-1-આરકે 815 નંબરની મોટર પસાર થતાં તેને રોકાવી એલસીબીએ તલાશી લેતા મોટરમાંથી દારૂૂની 24 બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીડા ગામનો જીતેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા ઉર્ફે જેજે નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની અટકાયત કરી પૂછપરછ કરાતા તેણે આ જથ્થો અમદાવાદના દિપ્તીબેન ઉર્ફે દક્ષા ગોસ્વામીએ મોકલાવ્યો હોવાની કબૂલાત કરી છે. એલસીબીએ દારૂૂ, અઢી લાખની મોટર કબજે કરી બંને સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.50માં આવેલા મંદિર નજીકના રાજ દીપકભાઈ ભદ્રા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડતા તે મકાનમાંથી દારૂૂની પાંચ બોટલ સાંપડી છે. દરોડા પહેલાં આરોપી નાસી ગયો છે.જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસેથી ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે વિજય પ્રાગજીભાઈ વાઘેલા નામના શખ્સને દારૂૂની બોટલ સાથે પકડી પાડ્યો છે.