For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’

11:41 AM Jan 13, 2025 IST | Bhumika
‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’

Advertisement

રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે અમરેલી લેટર કાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

રૂૂપાલાએ કહ્યું, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામા લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે.

Advertisement

આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યક્તા હતી. પરંતુ તેને એકતરફ લઇ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી. આ તપાસમાંથી જે પ્રશ્ન ઉભો થયો છે તેને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર છે. પોલીસ અધિકારીએ આ અંગે યોગ્ય કમિટી નીમી દીધી છે તેમાં મને શ્રદ્ધા છે કે, યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement