ધોરાજીમાં ભૂલી પડી ગયેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
ધોરાજીમાં ભૂલી પડેલ સગીર વયની બાળકીને સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી આ બાળકી તેના પરિવારને સોંપી આપેલ છે. આ અંગેની વિગતો એવી છે કે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજએ ધોરાજી શહેર વિસ્તારમાં બનતા બનાવો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
જેમાં ગત તા.29/8ના રોજ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુતનાથ મંદિર પાસે એક બાળકી ભુલી પડી ગયેલ છે અને રડે છે તેવો રાજકોટ ગ્રામ્યના જીલ્લા કંટ્રોલ રૂૂમથી ફોન આવતા જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભુલી પડેલ સગીરાને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન લાવી સીડબલ્યુપીઓની હાજરીમાં સગીરાને પો.સ્ટે. રખાવી તેના વાલી વારસને શોધી કાઢવા ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે.એસ. ગરચરની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો કાર્યરત કરી, જરૂૂરી સુચના આપેલ હતી. જેમાં આ સગીર બાળકીના વાલી વારસ બાબતે તપાસ કરતા આ સગીર બાળકી ધોરાજી રસુલપરામાં રહેતા ડુલરમ બીશન તુંબુલ (રહે. કુકડા કેન્દ્ર પાસે, રસુલપરા ધોરાજી મુળ રહે.) જેમાં આ સગીર બાળકીના વાલી વારસ બાબતે તપાસ કરતા આ સગીર બાળકી ધોરાજી રસુલપરામાં રહેતા ડુલરમ બીશન તુંબુલ (રહે. કુકડા કેન્દ્ર પાસે, રસુલપરા ધોરાજી મુળ રહે. બોકાઝલ, આસામ વાળા)ના સબંધીની હોવાનું ખુલેલ હતું.
જેથી મજકુર ડુલરમ બીશલ તુંબુલને જાણ કરતા આ બાળકી તેમના સગા સાળા ઈલીયાસભાઈ મુંડાની હતી. હાલ આ બાળકીના માતા-પિતા આસામ રાજયમાં હોય બાળકીના પિતાનો ટેલીફોનીક સંપર્ક કરી બાળકીનો કબ્જો તેમના સંબંધી ડુલરમ બીશલ તુંબુલને સોંપી આપેલ હતી. આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર કે.એસ. ગરચર, એએસઆઈ મહેશભાઈ રાડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ તલસાણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોળદરીયા દ્વારા કરવામાં આવી હતી.