પોલીસ ભરતી પરીક્ષાના કોલલેટર ઓનલાઇન વેબસાઇટ પર મુકાયા
ગુજરાત પોલીસ વિભાગે પીએસઆઇ અને કોન્સ્ટેબલ (લોકરક્ષક) સહિત વિવિધ પદોની ભરતી માટેના કોલ લેટર જાહેર કર્યા છે. કુલ 12,472 ખાલી જગ્યા માટે આ ભરતી યોજાઈ રહી છે. અરજદારો હવે ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કોલ લેટર ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.
પોલીસ ભરતીની શારીરિક કસોટી તારીખ: 8 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. લખિત પરીક્ષાની તારીખ: જલ્દી જાહેર કરવામાં આવશે. શારીરીક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી અને મહિલા ઉમેદવારોએ 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવી પડશે. ભૂતપૂર્વ સેવાના ઉમેદવારો: 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવા આપી છે.
ગુજરાત પોલીસ દ્વારા યોજાતી આ ભરતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂૂરી છે. તે ઉપરાંત, શારીરિક કસોટી પૂરી થયા પછી લખિત પરીક્ષાની તૈયારી શરૂૂ કરી દેવી જોઈએ.