રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરના કુખ્યાત બૂટલેગરના ઘરે પોલીસ ત્રાટકી: ભોંયરામાંથી 10.60 લાખનો દારૂ-બીયર ઝડપાયો

12:04 PM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે જેમાં જેતપુર પંથકમાં કુખ્યાત બુટલેગર ફરી સક્રિય થયો છે ત્યારે વોન્ટેડ બુટલેગરના ઘર પર રાત્રે એલસીબીએ છાપો મારી તપાસ કરતાં 10.60 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થા મળી આવ્યો હતો. જો કે વધુ એક વખત કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી નાસી છુટયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કુખ્યાત બુટલેગર અનિલ ડાબલી ફરી સક્રિય થયો છે. તાજેતરમાં જ અનિલ ડાબલીનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં બુટલેગર હજુ વોન્ટેડ છે ત્યારે ગઈકાલે કુખ્યાત બુટલેગરના ઘરે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતર્યો હોવાની એલસીબીને માહિતી મળતાં પોલીસ કાફલા સાથે દરોડો પાડયો હતો.

જેતપુરનાં ડોબરીયાવાડી વિસ્તારમાં આવેલ કુખ્યાત બુટલેગર અનિલ ઉર્ફે ડાબલી મનસુખભાઈ બારૈયાના ઘરે પોલીસે તપાસ હાથ ધરતાં ઘરમાં ભોયરુ મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતાં રૂા.4,14,550ની કિંમતની 750 એમએલની 708 બોટલ મળી આવી હતી. જ્યારે 6,04,800ની કિંમતની 180 એમએલની 6048 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત રૂા.40,800ની કિંમતના બિયરના 408 ટીન મળી આવતાં કુલ 10,60,150નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે કુખ્યાત બુટલેગર અનિલ ઉર્ફે ડાબલીએ પોતાના મકાનના રૂમમાં સેટી નીચે ચોરખાનું બનાવ્યું હતું. જેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવ્યો હતો. પોલીસના દરોડાની ગંધ આવી જતાં કુખ્યાત બુટલેગર ભુર્ગભમાં ઉતરી ગયો હતો.આ દરોડાની કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાના પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, નિલેશભાઈ સુવા, અબ્દુલભાઈ સહિતના સ્ટાફે કરી નાસી છુટેલ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsjetpurJetpur NEWS
Advertisement
Next Article
Advertisement