સંતોષીનગરમાં જુગારના અખાડા ઉપર પોલીસનો દરોડો: પત્તા ટીંચતા 20 શકુનીની ધરપકડ
શહેરમાં અલગ-અલગ સ્થળે જુગારના ચાર દરોડામાં પોલીસે પત્તા ટીંચતા મહિલા સહિત 40 શખ્સોને ઝડપી પાડયા છે. સંતોષીનગરમાં જાહેરમાં ચાલતા જુગારના અખાડા ઉપર પોલીસે દરોડા પાડી 20 શકુનીને ઝડપી પાડયા હતા જયારે કોઠારીયા ગામ અને આંબેડકરનગરમાંથી પત્તા ટીંચતા 113 જુગારી પકડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી એન-2નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાત્તમીના આધારે સંતોષીનગરમાં પાણીના ટાંકા પાસે વંડામાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે પત્તા ટીંચતા રાકેશ મગનભાઇ મકવાણા, કમલેશ ગાંડુભાઇ પરમાર, રોશન સેવારામ ભદલાણી, અમીત સુરેશભાઇ કુરાવાહા, લાલા દામજીભાઇ કુકાવા, કમલેશ મોહનભાઇ પંજાબી, કિશોર પ્રાગજીભાઇ ઝાલા, યોગેશ મઘુકરભાઇ ભામરે, મહેન્દ્ર સાહેબ રાવ પાટીલ, મુકેશ લાલસીંગ ગણાવા, અશ્ર્વિન કાનજીભાઇ ડાભી, કિશોર ભુપતભાઇ જીજુવાડીયા, અશ્ર્વિન ઘનજીભાઇ જાખેલીયા, નિર્મલદીપ વરૂણદીપ, પ્રતિક અમૃતભાઇ અઘોલા, સંજય હરીભાઇ વાઘેલા, રવિ મનહરભાઇ ચૌહાણ, હરેશ રમેશભાઇ પુરળીયા, રીતેશ જગદીશભાઇ સોલંકી અને સંજય બઘાભાઇ ચાવડાને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.3,3050ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં માલળીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં.11માં દરોડો પાડી જુગાર રમતા નરેન્દ્ર ગોપાલભાઇ ચાવડા, અનીલ મુકેશભાઇ પરમાર, અશોક ગાંગજીભાઇ પરમાર, હરેશ રાઘવભાઇ ચુડાસમા, આશિષ મહેન્દ્રભાઇ પારેખ અને ચંદુ દેસાભાઇ બગડાને રૂા.14,900ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.
ત્રીજા દરોડામાં આજી ડેમ પોલીસે કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી પત્તા ટીંચતા હંસાબેન કાનજીભાઇ ચાવડા, અંસોયાબેન રાજુભાઇ ચાવડા, પ્રભાબેન રસીકભાઇ ગળોદીયા, મંજુબેન મનસુખભાઇ ધાડવી, રાજેશ મનસુખભાઇ ધાડવી, પરેશ ભીખાભાઇ પીપળીયા અને મનરામ ચનાભાઇ ખસીયાને રૂા.5840ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પોપટપરામાંથી જુગાર રમતી કુખ્યાત તોફાની રાધા સહિત 7 ઝડપાયા
પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતો કાસમ ઉર્ફે કડી ખમીસા જુણાચ પોતાના મકાનમાં જુગાર કલબ ચલાવતો હોવાની બાત્તમીના આધારે કાઇમ બ્રાન્ચે છોડો પાડી પત્તા ટીંચતા મકાન માલીક ઉપરાંત સચીન ઉર્ફે લાલો સંજય વઘીયા, સબ્બીર સીદીક જુણેજા, નવઘણ મહેશ દારોજા, રાધીકા ઉર્ફે તોફાની રાધા હર્ષદભાઇ ધામેચા, નયના બાબુભાઇ ગીલવા અને મનીષા ઉર્ફે ડોબી રસીકભાઇ વૈષ્ણવને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.2,40,000ની રોકડ તથા મો.નં.8 મળી કુલ રૂા.5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.