ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત
અષાઢી બીજ શુક્રવારના રોજ ભાવનગર શહેરમા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.
ભાવનગરમાં રથયાત્રાના બંદોબસ્તમાં સી. આઇ. એસ. એફ.ની એક કંપનીનું આગમન થઇ ચુક્યું છે અને 14 ડી.વાય. એસ. પી., 44 પી.આઇ., 112 પી. એસ આઇ. સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. ભાવનગર શહેરમાં ચાલીસમી રથયાત્રાને લઇ હવે બે દિવસો બાકી છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા બંદોસ્તને લઇ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને રથયાત્રાના રૂૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ તેમજ ફ્લેગ માર્ચ યોજી તાગ મેળવવામાં આવી રહ્યો છે.
ભાવનગર શહેરમાં કોઇ અનીચ્છનીય બનાવો ન બને જેને લઇને ત્રણ જિલ્લાની બોમ્બ સ્કવોર્ડ ટીમ, સી.આઇ.એસ.એફ.ની એક કંપનીએ પણ શહેરમાં મોરચો સંભાળી લીધો છે. ભાવનગર પોલીસ તેમજ અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ બંદોબસ્ત લાવવામાં આવ્યો છે. રથયાત્રા રૂૂટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.છ જેટલી ક્વીક રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે.
ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા માટે તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ક્ધસ્ટ્રકશન સાઈટ અને અગાશીઓ ચેક કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં કવર કરાશે અને છ ક્વીક રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે.