રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગરબા આયોજકોને મંજૂરી માટે મોડી રાત સુધી ‘રમાડતી’ પોલીસ

04:47 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગૃહમંત્રીએ વહેલી સવાર સુધી રમવાની છૂટ આપી પણ લાઈસન્સ બ્રાન્ચે ઘરની ધોરાજી ચલાવી મોડે સુધી મંજૂરી આપી નહીં

અડધો ડઝન રાસોત્સવમાં મંજૂરી વગર ખેલૈયાઓ ઝુમ્યા અને પોલીસે ‘લાજ’ કાઢવી પડી

રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ વર્ષે નવરાત્રીના આયોજનને લઇને સરકાર દ્વારા કડક નિયમો બનાવવામા ંઆવ્યા હોય અને જે નિયમનો અમલ કરાવવાની જવાબદારી પોલીસને સોંપવામાં આવી હતી સ્ટેબિલિટી રીપોર્ટ સહિતની મંજુરી બાદ જ અર્વાચિન રાસોત્સવના આયોજનને મંજુરી આપવાના નિયમને પોલીસે નેવે મુકી દીધો હોય તેમ કડક નિયમના અ્રગાહીત બન્યા બાદ પોલીસ ગરબા આયોજકો સામે ડીલી પડી ગઇ હતી અને ગરબા આયોજકોને મંજુરી માટે મોડી રાત્ર સુધી પોલીસ અને આયોજકો વચ્ચે રાસડાની રમત યોજાઇ હતી. નવરાત્રીનો બીજો દિવસ થઇ ગયો છે ત્યારે પણ હજુ 7થી વધુ આર્વાચિન રાસોત્સવને મંજુરી મળી નથી. છતા ગરબા આયોજકોએ ગરબા શરૂ કરી દીધા છે.

ગૃહમંત્રીએ સવાર સુધી રમવાની છુટ આપી છે. પણ લાયસન્સ બ્રાન્ચે ઘરની ધોરાજી ચલાવી મોડે સુધી મંજુરી માટે આયોજકોને રાસડા રમાડ્યા હતા તો સામે આયોજકોએ પણ મંજુરી વગર ખેલૈયાઓને ગરબે ઘુમાવી પોલીસને પણ રાસડા રમાડ્યા હતા. આજે બીજા દિવસે પણ હજુ સુધી મંજુરીનું કોકડું ઉકેલાયું નથી. બીજી તરફ વન ડે નવરાત્રીના આયોજકોએ તો જાણે નિયમ લાગુ પડતો ન હોય તેમ એક દિવસનું આયોજન કરીને ખેલૈયાઓને ગરબે રમાડી દીધા હતા. રાજકોટમાં 32 જેટલી અર્વાચિન રાસોત્સવ માટેની મંજુરીઓની અરજી મળી હોય જેમાંથી 25 જેટલી અરજીઓને મંજુરી અપાઇ હોવાનું સતાવાર રીતે પોલીસ અધિકારીએ જણાવ્યું છે. બીજી તરફ અડધો ડઝન રાસોત્સવ મંજુરી વગર જ ચાલી રહ્યા છે. સરકાર અને રાજકોટના પોલીસ અધિકારીઓ વચ્ચે જાણે સંકલનનો અભાવ હોય તેમ નવરાત્રીના આયોજનમાં સરકારના નિયમોને ધ્યાને લીધા વગર રાજકોટ પોલીસે આર્વાચિન ગરબાની મંજુરી માટે ભારે અસમંજસ વચ્ચે મોડી સાંજ સુધી મંજુરી આપી ન હતી.

ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ લોકમેળામાં જે રીતે મંજુરીનો વિવાદ ઉભો થયો તેમ નવરાત્રીમાં પણ શરૂઆતમાં પણ વિવાદ ઉભો થયો હતો.આયોજકોએ આ બાબતે અંતે રાજ્કીય વગને આધારે જરૂરી મંજુરી ન હોવા છતા પોલીસને ગરબા આયોજનની મંજુરી આપવા ભલામણો કરાવતા અંતે મોડી સાંજ સુધી પોલીસે મંજુરીઓ ઉપર સહીઓ કરી હતી. પરંતુ આ બાબતે હજુ સુધી મીડિયા સમક્ષ સાચી હકીકત જણાવવામાં લાયસન્સ બ્રાન્ચ કોની લાજ કાઢે છે તે સમજાતું નથી. મંજુરીઓને લઇને સત્ય હકીકત જણાવવાના બદલે લાયસન્સ શાખા પોતાની રીતે જ નિર્ણયો લઇ જવાબ આપી રહી છે.

રાજકોટમાં આણંદ જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?

આણંદમાં ગરબા ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. વિદ્યાનગર રોડ પર આયોજીત વૃંદાવન ગરબામાં ફોટો બુથમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાને લઇ રાજકોટ સહિત રાજ્યભરમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યો છે. વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે બનાવાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગી હતી. મંડપના કાપડને પગલે આ આગ જોતજોતામાં વધુ પ્રસરવા લાગી હતી. ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. આવી ઘટના જો રાજકોટમાં બનશે તો જવાબદાર કોણ? અડધો ડઝન અર્વાચીન ગરબાને મંજુરી મળી નથી ત્યારે આવા બનાવો પૂર્વે તકેદારી અને ચેકીંગ જરૂરી છે.

Tags :
Garba organizersgujaratgujarat newspolice
Advertisement
Next Article
Advertisement