મહિલા અત્યાચાર અને ઘરેલુ હિંસાના બનાવો રોકવા પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
05:31 PM Mar 29, 2024 IST | Bhumika
- મહિલા શી ટીમ અને અભયમ્ વિશે માહિતી આપી પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરાયા
મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને ઘરેલું હિંસાથ આત્મહત્યાના બનાવ્ેને રોકવા માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને થતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
Advertisement
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડી.સી.પી.લિધી ચૌધરી, ટ્રાફીક ડીસીપી પુજા યાદવ, મહિલા સેલના એસીપી આર.એસ. બારીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આઈ.એન.સાવલીયા દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની જાગૃતિ માટે તેમજ મહિલાઓ પર થતા અત્યાચારો જેમા ઘરેલુ હીંસા, બળાત્કાર તથા ઘરેલુ હીંસાના લીધે થતા આત્મહત્યાના બનાવોને રોકવા માટે પીડીત મહિલાઓને મહિલા શી ટીમ, 181 અભ્યમ વિશે જાણકારી આપી મહિલા સુરક્ષા તથા મહિલા સશકતિકરણ માટે મહિલાઓની જાગૃતિના કાર્યક્રમનુ આયોજન કરેલું હતુ તેમજ મહિલાઓના થતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.
Advertisement
Advertisement