શહેરમાં નવરાત્રી પર્વ નિમિત્તે રોમિયો સામે પોલીસની મેગા ડ્રાઇવ
4 શખ્સોના બાઇક ડીટેન કરાયા; અન્ય વાહનચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ અંગે કાર્યવાહી
જામનગરમાં ખાસ કરીને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને બ્રિથ એનાલાઈઝર મશીનનો ઉપયોગ કરીને દારૂૂના નશાબાજોને પકડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પોકેટકોપ મોબાઈલ, અને બોડીવોર્ન કેમેરા સાથે ખાસ મેગા ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા શહેરના ઓશવાળ હોસ્પિટલ નજીક જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 4થી વધુ બાઇક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસે થી રૂૂ.7,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકો તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.