For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદમાં ગરબા સંચાલકો સાથે નવરાત્રી મહોત્સવ અંગે પોલીસની બેઠક

11:16 AM Oct 03, 2024 IST | Bhumika
કેશોદમાં ગરબા સંચાલકો સાથે નવરાત્રી મહોત્સવ અંગે પોલીસની બેઠક
Advertisement

કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવનાર છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠકકરના અધ્યક્ષતામાં આયોજકો, વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, 181 અભયમ ટીમ, કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમ્યાન તકેદારી રાખવા માટે જરૂૂરી સુચના આપવામાં આવી હતી.

કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવ શાંતિ અને સુલેહ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવે એ માટે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતાં કોઈ શખ્સો ધ્યાનમાં આવે તો તુરંત કેશોદ પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરવા પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નવરાત્રી મહોત્સવ દરમ્યાન આરોગ્યલક્ષી તકેદારી રાખવા જરૂૂરી સુચનો કરવામાં આવ્યાં હતાં. 181 અભયમ્ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સાથે સચેત રહેવાના છે આમ છતાં કોઈ સ્થળે મહિલાઓ યુવતીઓનું શોષણ થતું ધ્યાને આવે તો તુરંત જાણ કરવા અપીલ કરી હતી. કેશોદ શહેરના નવરાત્રી મહોત્સવના આયોજકો મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ વિભાગને સાથ સહકાર આપવા ખાત્રી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement