રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના હાઇવે પર પોલીસનું સઘન ચેકિંગ : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરનારા દંડાશે

12:19 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

31 મી ડિસેમ્બરના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લાના હાઈવે ઉપર ડ્રિન્ક કરી ડ્રાઈવ કરતા લોકોને ઝડપી લેવા પોલીસ દ્વારા માઉથ બેલેઝર મશીન થકી ચાલકોને પકડી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે એસ.પી. દ્વારા લોકોને પણ ડ્રીંક ન કરવા અપીલ કરેલ છે.

Advertisement

વર્ષ 2023 ને બાય બાય અને 2024 ને વેલકમ કરી આવકારવા માટે સંઘ પ્રદેશ દિવમાં થર્ટી ફસ્ટને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો થતો હોય છે. સહેલાણીઓ દિવમાં દારૂૂ, બિયરની હર્ષોઉલ્લાસથી મોજ માણી રહયા હોય છે એક તરફ પ્રવાસીઓ દિવમાં આવવાની તૈયારી કરી રહ્યા હોય છે.

ત્યારે બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી લીધી છે. કેમ કે, દિવથી ડ્રીંક (નશો) કરી ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં આવતા વાહન ચાલકો હાઇવે ઉપર અકસ્માતો સર્જી રહયા છે એટલું જ નહીં ઘણી વખત વિદેશી દારૂૂની ખેપ મારી વિદેશી દારૂૂનો જથ્થો ઘુસાડતા હોવાના લીધે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સજ્જ બનીને દિવને જોડતા જિલ્લાના ઉના તાલુકાના તડ અને માંડવી ચેક પોસ્ટ ઉપર વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરી બાજ નજર રાખી રહી છે. આ ઉપરાંત જિલ્લાના હાઇવે ઉપર અનેક સ્થળોએ ચેક પોસ્ટો ઉભો કરી વાહન ચેકીંગની કામગીરી આજથી જ શરૂૂ કરી દેવામાં આવી છે.

આ અંગે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, થર્ટી ફસ્ટના દિવસોમાં દિવથી ગીર સોમનાથના હાઈવે ઉપર આવન જાવન કરતા પ્રવાસીઓના વાહનોનું સઘન ચેકીંગ અને ડ્રિન્ક કરી ડ્રાઈવ કરતા લોકોને ઝડપી લેવા ખાસ સઘન ચેકીંગ કરવા સુચના આપવામાં આવી છે. આજથી જ દિવને જોડતી બંન્ને ચેક પોસ્ટો ઉપર કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસ સ્ટાફએ માઉથ બેલેઝર મશીન થકી ડ્રીંક કરીને ડ્રાઈવ કરતા ચાલકોને પકડવામાં આવશે. આવા લોકો સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની સુચના આપી છે. લોકોને પણ ડ્રીંક ન કરવા અપીલ છે.

Tags :
Gir SomnathGir Somnath drink and driveGIR SOMNATH NEWSGir Somnath policegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement