ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગંભીર ગુનાના આરોપી દેવાયતને ગળે મળીને પોલીસના ગલગલિયા

11:21 AM Sep 12, 2025 IST | Bhumika
Advertisement

મધરાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડની સ્ટારની માફક એન્ટ્રી, સ્ટાફ ‘ડયૂટી’ ભૂલી બાથે વળગ્યો

Advertisement

લોકસાહિત્યકાર દેવાયત ખવડના ખૂની હુમલા-લુંટ સહીતના ગુનાઓમાં ગઇકાલે જામીન રદ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતી પોલીસ તપાસ અને અટકળોના અંતે અંતે દેવાયત ખવડે ગઇકાલે મોડી રાત્રે સરેન્ડર કર્યું છે. ખવડ ગઇ રાત્રે દોઢ વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.

દેવાયત ખવડના સાથી આરોપીએ પણ તેના પહેલા રાત્રે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે તાલાલા પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યોમાં એવું જોવા મળ્યું કે, કેટલાક પોલીસ કર્મીઓ દેવાયત ખવડને જાણે વર્ષો પછી મળેલા મિત્ર તરીકે ગળે મળતા નજરે પડ્યા. એ દ્રશ્યો એક સામાન્ય આરોપી અને પોલીસના સંબંધોની કલ્પના કરતાં ઘણાં અલગ હતા. દેવાયત ખવડનું પોલીસ સમક્ષ આવું શાંત અને સ્નેહભર્યું રીતે સરેન્ડર કરવું એ એક વિશિષ્ટ પરિસ્થિતિ જણાઈ રહી છે. આમા કોઈ રચના છે કે પાછળ કંઈ ખાસ સંબંધો રહેલા છે, એનો ખુલાસો તો આગળની તપાસમાં જ થશે.

દેવાયત ખવડ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે કથિત રીતે એક પોલીસ કર્મી ઊભા ઊભા જ ગળે મળ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વિડીયોમાં બંને વચ્ચે કોઈ તણાવ નહીં પરંતુ પરિચય અને લાગણીપૂર્ણ રીતે મળી રહ્યાં હોય એવા ભાવ જોવા મળ્યા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચાઓ જગાઈ રહી છે. જેમાં પૂછાઈ રહ્યું છે કે, શું પોલીસનું વલણ દરેક આરોપી માટે એવું જ રહે છે? શું આરોપીઓ સાથેના સંબંધો પ્રશ્નચિહ્ન ઊભા કરતા નથી? જો કે, તલાલા પોલીસ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ગળે મળીને ગલગલીયા કરનાર પોલીસ કર્મચારીઓ દેવાયત સામેના ગંભીર ગુનાની કેવી તપાસ કરશે તે તો સમય જ બતાવશે.

Tags :
Devayat KhvadDevayat Khvad newsgujaratgujarat newspoliceTalalatalala news
Advertisement
Next Article
Advertisement