ઓવરફ્લોે થયેલા રણજીતસાગર ડેમ પર પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવાઈ
જામનગર ના આધાર સ્તંભ એવા રણજીત સાગર ડેમમાં પ્રથમ વરસાદે વિપુલ પ્રમાણમાં પાણીમાં જથ્થો આવી જતાં હાલ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે નગરજનો રણજીત સાગર ડેમ પર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, અને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો અથવા સેલ્ફી લેવા માટે પડા પડી કરી રહ્યા છે.
હાલ વરસાદની ચાલુ સીઝન છે, તેમજ ડેમ પૂરેપૂરો ભરેલો છે, અને ઓવરફલો પણ થઈ રહ્યો છે, ત્યારે જાનમાલનું જોખમ રહેલુ છે. આવી પરિસ્થિતિમાં લોકોને સાવચેત રહેવા માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને જામનગરનો પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો છે.
ખાસ કરીને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે, ત્યારે હાલ ડેમ સંપૂર્ણ પાણીથી ભરાયો હોવાથી બાકીના દિવસોમાં પણ અનેક લોકો રણજીત સાગર ડેમ પર આવી રહ્યા હોવાથી સુરક્ષા વ્યવસ્થા ના ભાગરૂૂપે પોલીસ ટુકડી ગોઠવાઈ ગઈ છે, અને જેમ ડેમ ના પાળા ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. નગરજનોને પણ મુખ્ય ડેમ ના પાળા પર જવા માટેનો પ્રતિબંધ ફરમાવ્યો છે.
રણજીતસાગર ડેમ ઓવરફલો થતા શહેરને દૈનિક પાણી આપવા માંગ
જામનગર શહેરના મુખ્ય આધાર સ્તંભ એવા રણજીત સાગર ડેમમાં પ્રથમ વરસાદે જ મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, ત્યારે જામનગર શહેરમાં એકાંતરા ને બદલે પ્રતિદિન પાણી આપવા માટેની જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર, ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, ભાજપના શહેર અધ્યક્ષ, તેમજ નગરન બંને ધારાસભ્યોને પત્ર પાઠવી જામનગર શહેરમાં પ્રતિદિન કાયમી પાણી વિતરણની વ્યવસ્થા શરૂૂ કરવામાં આવે, તેવી જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા રજૂઆત કરાઇ છે.