For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા:ડીજીપી

04:02 PM Dec 21, 2024 IST | Bhumika
સાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા ડીજીપી

ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલ રકમ પરત અપાવવામાં ગુજરાત પોલીસ દેશમાં પ્રથમ ક્રમાંકે

Advertisement

પોલીસ હાઇટેક બની ઈ સાક્ષીનું વીડિયો રેકોડિંગ કરી કોર્ટ સમક્ષ રજૂ કરશે

ગુજરાતના લોકોને દંડને બદલે ન્યાય અપાવવાનો પોલીસનો નવો દૃષ્ટિકોણ

Advertisement

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.ગુજરાતના ચાર મહાનગરના પોલીસ કમિશ્નર અને નવ આઈજી તેમજ પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસની કામગીરી અંગે કરવામાં આવેલી ચર્ચા અને સમીક્ષા બાદ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં ગુન્હાઓના આંકડા જાહેર કરી ગુજરાત રાજય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસના ભવિષ્યના એક્શન પ્લાન અંગે વિગતો જાહેર કરી હતી. તેમજ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા, સલામતીની જવાબદારી પોલીસની હોવાનું તેમણે જણાવ્યું હતું. સાયબર ક્રાઈમ મોટો પડકાર છે ત્યારે સાયબર ફોડમાં સૌથી વધુ નાણા પરત અપાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. છેલ્લા એક મહિનામાં 14.78 કરોડ જયારે ચાલુ વર્ષમાં ગુજરાત પોલીસે સાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડની રકમ મૂળ માલિકને પરત આપવી છે. ગુજરાત પોલીસની આ કામગીરી બદલ ગુજરાત પોલીસને દિલ્હી ખાતે એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

સાયબર ફોર્ડ અને સાયબર ક્રાઈમને અટકાવવા લોકો જાગૃત બને તે જરૂૂરી છે. વધુમાં તેમણે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ અંગે જણાવ્યું કે, ગત માસે ગુજરાતમાં વ્યાજખોરીના કુલ નોંધાયા છે જેમાં 60 આરોપીને પકડવામાં આવ્યા છે. તેમજ વ્યાજના ચુંગાલ માંથી લોકોને મુક્ત કરાવવા રાજ્યમાં પોલીસ દ્વારા 35 લોન મેળા યોજવામાં આવ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂૂબંધી છે ત્યારે ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા બુટલેગર સહિતના તત્વો ઉપર કકડ કાયવાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ગયા મહીને 32 કરોડના દારૂૂનો નાશ કરવામાં આવ્યો છે. શાંતિ, સુરક્ષા અને સેવા માટે દરેક પોલીસ કર્મચારીઓ યોગદાન આપે તે માટે સક્ષમ છે. ગુજરાતમાં આતંકવાદી પ્રવુતિ અટકાવવા માટે એક્શનપ્લાન બનાવવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી હાઇટેક બની રહી છે. કોઈ પણ કેસમાં હવે પોલીસ ઈ સાક્ષીનું વિડીયો રેકોડીંગ કરી તે કોર્ટ સમક્ષ રજુ કરી રહી છે. આરોપીને સજા થાય અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. 1 જુલાઈ 2024થી જે બે નવા કાયદા અમલમાં આવ્યા છે તેમાં પોલીસનો દ્રષ્ટિકોણ બદલાવી લોકોને દંડને બદલે ન્યાય કેવીરીતે અપાવવો તે દિશામાં પોલીસ કાર્યરત છે. લોકોનો વિશ્વાસ જીતવા પોલીસ ત્રણ મુદ્દાઓ ઉપર કામ કરે છે.જેમાં પોલીસ અને નાગરિકો વચ્ચે એક સેતુ બને તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાનો એક પ્રોગ્રામ તેરા તુજકો અર્પણ છે જે અંતર્ગત ચોરી, ખોવાયેલ મોબાઈલ-દાગીના અરજદારને પરત અપાવશે ગયા મહીને ગુજરાતમાં આવા 570 કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં 47 કરોડનો મુદામાલ મૂળ માલિકને પોલીસે પરત અપાવ્યો હતો બીજો મુદ્દો ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ શરૂૂ કરાયો છે જેમાં દર બે મહીને દરેક સમાજના લોકો સાથે મળી તેમના પ્રશ્નો પોલીસ સાંભળે અને તેનું નિરાકરણ કરે છે. ગુજરાતમાં ગયા મહીને આવા 1428 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક બાબતો જેમાં ખાસ કરીને ટ્રાફિક સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે,દરેક પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગુજરાતની સલામતી અને સુરક્ષામાં યોગદાન આપી પોલીસની કામ કરવાની જે પ્રક્રિયા હોય છે, જે વ્યવસ્થા છે તેને વધુ સક્રિય કરીએ, સુદ્રઢ કરીએ તો પરિણામ ચોક્કસ જોવા મળશે,પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તે માટે દરેક સીનીયર અધિકારીને પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેકશન કરી ત્રણ ચાર દિવસ રોકાણ કરી પોલીસ સ્ટેશનના પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરવા સુચન કર્યું છે. છેલ્લા એક મહિનામાં સીનીયર પોલીસ અધિકારીઓએ 3500 જેટલા ગામડાની વિઝીટ કરી 130 રાત્રી રોકાણ કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવી છે.

ગુનાખોરીના આંકડા નહી વ્યવસ્થામાં રસ છે:ડીજીપી
ગુજરાતમાં ઘટેલી ગુનાખોરીના અંગે ડીજીપીએ આંકડાકીય આપેલી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મને ગુનાખોરીના આંકડા નહી વ્યવસ્થામાં રસ છે. ગુજરતામાં ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનું રાજય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું અને તેની આંકડીય માહિતી આપી જેમાં મહત્વના ગુનામાં થયેલ ઘટાડામાં હત્યામાં 34, હત્યાની કોશિષમાં 63, હુમલામાં 14, સામાન્ય ઈજામાં 196, લૂંટના 36, ચોરીના 3853, ઘરફોડ ચોરી દિવસની 66, રાતની ચોરી 412, મહિલા બાળકોના ગુન્હામાં 389, પોક્સોમાં 50, એટ્રોસિટીના 71 ગુન્હા ઘટ્યા છે જયારે ગુજરાતમાં એનડીપીએસ કેસમાં ગયા વર્ષ કરતા 12 ગુના વધારે દાખલ થયા છે.ડીજીપીએ જણાવ્યું કે સીસ્ટમ કામ કરે તો ગુન્હામાં ઘટાડો થાય છે.

ગુજરાતના 500થી વધુ ભાગેડુ આરોપીઓને પોલીસે જેલભેગા કર્યા
ગુજરાતમાં અગલ અલગ ગુન્હા આચરી છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીનો ને પકડવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી કામગીરી કરી રહી છે.ત્યારે ચાલુ વર્ષમાં પોલીસે આવા ફરાર 500 થી વધુ ભાગેડુ ગુનેગારોને ગુજરાત તેમજ ગુજરાત બહારના અલગ અલગ રાજ્ય માંથી ઝડપી લઇ તેને જેલભેગા કર્યા છે. પોલીસને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

પોલીસે ગુજરાતના 8640 ગુનેગારોને ગુનાખોરી છોડાવી રોજગારી અપાવી

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે,ગુજરાતમાં કેટલાક ગુનેગારો એક જ પ્રકારના ગુન્હા વાંરવાર કરતા હોય છે.જેમાં મિલકત વિરોધી અને નાર્કોટીક્સના જેવા ગુના વારંવાર આચરતા ગુનેગારો પર વોચ રાખવા માટે ખાસ મેન્ટર પ્રોગ્રામ શરૂૂ કરાયો છે, જેમાં ગુજરાતના આવા 8640 ગુનેગારોને પોલીસે ઓળખ્યા છે જેઓ વારંવાર એક જ પ્રકારના ગુન્હા આચરતા હોય આવા એક ગુનેગાર ઉપર એક પોલીસ એમ ગુજરાતના કુલ 8640 ગુનેગારો ઉપર 8640 પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપી આવા ગુનેગારોને મેન્ટર બનાવ્યા છે, આ મેન્ટર ગુનેગારો પર વોચ રાખશે અને તેને ગુનાખોરી છોડાવી તેમને રોજગારી અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement